નવી દિલ્હીઃ કોરોના મહામારી અને લોકડાઉનના લીધે ભારતના વિકાસદરમાં રેકોર્ડ 23.9 ટકાનો ઘટાડો નોંધાયા બાદ હવે બીજા ક્વાર્ટરમાં ફરી GDPમાં જંગી ઘટાડો આવે તેવી શક્યતા છે. પરંતુ એટલુ નક્કી છે કે ટેકનિકલ રીતે દેશ આર્થિક મંદીમાં ફસાઇ ગયુ છે પરંતુ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સતત બીજીવાર GDPમાં ઘટાડો આવી શકે છે. સરકારી સંસ્થા એનએસઓ આજે સાંજે બીજા ક્વાર્ટર એટલે કે સપ્ટેમ્બરના GDP ડેટા જારી કરશે.
તાજેતરમાં જ રિઝર્વ બેન્કના એક અધિકારીએ કહ્યુ હતુ ક, આવી રીતે સતત બે ક્વાર્ટરમાં GDPમાં ઘટાડાની સાથે ભારત પ્રથમવાર મંદીનુ ચુંગલમાં ફસાઇ ગયુ છે. કોવિડ-19 મહામારી અને લોકડાઉનની અસરથી પ્રથમ ક્વાર્ટરમાં જીડીપીમાં 23.9 ટકાનો ઘટાડો આવ્યો હતો.
પ્રથમવાર આર્થિક મંદીમાં ફસાયેલુ કેન્દ્રીય બેન્કના સંશોધનકર્તાઓએ તાત્કાલિક પૂર્વધારણાનો ઉપયોગ કરીને જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં GDPનું કદ 8.6 ટકા સુધી ઘટવાની આગાહી કરી છે. રિઝર્વ બેન્કે ચાલુ વર્ષમા જીડીપીમાં 9.5 ટકાના ઘટાડાની આગાહી કરી હતી.
મધ્યસ્થ બેન્કના ધિરાણ નીતિ વિભાગના પંકજ કુમારે તૈયાર કરેલ રિપોર્ટમાં જણાવાયુ છે કે, ભારત ટેકનિકલ રીતે 2020-21ના પ્રથમ છ મહિનામાં પોતાના ઇતિહાસમાં પ્રથમવાર આર્થિક મંદીમાં ફસાઇ ગયુ છે.
રિઝર્વ બેન્કને GDPમાં 8.6 ટકાના ઘટાડાનો અંદાજ મૂક્યો છે. તો બેન્ક ઓફ અમેરિકન મેરિલ લિંચની રિપોર્ટમાં જીડીપીમાં 7.8 ટકાના ઘટાડાનો અંદાજ મૂકાયો છે. મોર્ગન સ્ટેન્લી એ જીડીપી ગ્રોથમાં 6 ટકાના ઘટાડાનો અંદાજ મૂક્યો છે. તે ઉપરાંત ઇકરાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ભારતના વિકાસદરમાં 9.5 ટકાના ઘટાડો અંદાજ વ્યક્ત કર્યો છે. કેર રેટિંગે વિકાસકદરમા 9.9ટકાના ઘટાડાન આગાહી કરી છે.