આવકવેરા વિભાગ કરદાતાઓની સુવિધા માટે સોમવારે એટલે આજથી તેનું નવું ઈ-ફાઇલિંગ પોર્ટલ લોન્ચ કરવા જઇ રહ્યું છે. હવે ઇનકમ ટેક્સ રિટર્ન આઈટીઆર દાખલ કરવા સહિત બીજા તમામ જરૂરી કામ વિભાગના નવા પોર્ટલ www.incometax.gov.in પર સંચાલિત થશે. તેમા ઘણા ફિચર્સ હશે, જેનાથી કામમાં ઝડપ આવી શકશે. તેનાથી ઇનકમ ટેક્સ રિટર્નની તાત્કાલિક પ્રોસેસિંગ શરૂ થશે અને અને રિફંડની પ્રક્રિયા પણ ઝડપી બનશે.
CBDTએ એક નિવેદન જારી કરતા જણાવ્યું કે અમે અમારા તમામ કરદાતાઓ અને શેરધારકોને ઇનકમ ટેક્સનું નવું પોર્ટ લોન્ચ થયા પછી શરૂઆતમાં શાંતિ જાણવવાની અપીલ કરીએ છીએ. આ ખૂબ જ મોટો ફેરફાર છે અને ટેક્સ પેમેન્ટની નવી સિસ્ટમ સહિત તેના અન્ય તમામ ફિચર્સ પણ ટૂંક સમયમાં રિલીઝ કરી દેવામાં આવશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT)એ જણાવ્યું કે નવી વેબસાઇટનો ઉદ્દેશ કરદાતાઓને સુવિધાજનક અને મોડર્ન તકનીક ઉપલબ્ધ કરાવવાનો છે. આ નવા પોર્ટલ પર કરદાતા તાત્કાલિક ઇંકમ ટેક્સ રિટર્નની પ્રોસેસ કરી શકે છે. તેનાથી ટેક્સપેયર્સને રિફંડ જલ્દી જારી કરી શકાય છે.
મફત ITR પ્રીપેરેશન સોફ્ટવેર ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ઉપલબ્ધ થશે અને તેમાં ઇન્ટરેક્ટિવ સવાલ હશે, જેથી ટેક્સપેયર્સ ટેક્સની જાણકારી ના હોવા પર પણ સરળતાથી તેમના ITR દાખલ કરી શકે. નવા ઈ-ફાઇલિંગ પોર્ટલમાં નવા સિંગલ ડેશબોર્ડ મળશે. . ડેશબોર્ડ આગળના ફોલો-અપ માટે બાકી રહેલા બધા અપલોડ્સ વગેરે બતાવશે.
નવા પોર્ટલની વિશેષતાઓ
- તમામ પ્રકારના ઇન્ટરેક્શન અને અપલોડ અથવા બાકી કાર્યવાહી એકલ ડેશબોર્ડ પર પ્રદર્શિત થશે. જેનાથી ટેક્સપેયર્સ તમામ વસ્તુને ટ્રેક કરી શકે.
- ટેક્સપેયરને આઈટીઆર દાખલ કરવામાં સમસ્યા ન આવે, તેના માટે પોર્ટલ પર આઈટીઆર 1, 4 (ઓનલાઇન અને ઓફલાઇન) અને આઈટીઆર 2 (ઓફલાઇન) દાખલ કરવા માટે ઇન્ટરેક્ટિવ પ્રશ્નો સાથે આઈટીઆર પ્રીપરેશન સોફ્ટવેર ઉપલબ્ધ હશે. જ્યારે આઈટીઆર 3, 5, 6, 7 તૈયારની સુવિધા ટૂંક સમયમાં જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
- કરદાતા સેલરી, ગૃહ સંપત્તિ, વ્યવસાય સહિત આવકની વિગતો પ્રદાન કરવા માટે પોતાની પ્રોફાઇલને સક્રિય રીતે અપડેટ કરી શકે છે. તેનો ઉપયોગ આઈટીઆરને ભરવામાં થશે. ટીડીએસ અને એસએફટી વિગતો અપલોડ થયા પછી સેલરી આવક, વ્યાજ, લાભ અને મૂડી લાભ સાથે પૂર્વ ભરવાની વિગતવાર ક્ષમતા ઉપલબ્ધ હશે.
- કરદાતાઓના પ્રશ્નોના તરત જવાબ આપવા માટે નવું કોલ સેન્ટર પણ શરૂ કરવામાં આવશે. પોર્ટલ પર કરદાતાઓ તરફથી વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોના જવાબ, વપરાશકર્તા માર્ગદર્શિકાઓ, વિડિયો જેવી સુવિધાઓ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. કરદાતાઓને તેનો ઉપયોગ કરવાની અથવા અન્ય કોઈ સમસ્યાની સ્થિતિમાં ચેટબબોટ અને લાઇવ એજન્ટ સાથે વાત કરવાની સુવિધા પણ મળશે.
- નવા પોર્ટલ દ્વારા કરદાતાઓ આવકવેરાના ફોર્મ ભરવા, ટેક્સ પ્રોફેશનલ્સને જોડવા, ફેસલેસ સ્ક્રૂટની અથવા અપીલમાં નોટિસના જવાબ સબમિટ કરવા વગેરેનો લાભ લઈ શકાય છે.