નવી દિલ્હીઃ ભારત સરકારા આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ આર્મી કેન્ટીનમાં ઇમ્પોર્ટેડ આઇટમની ખરીદી પર પ્રતિબંધ મૂક્યો છે. રક્ષા મંત્રાલય તરફથી કેન્ટીન સ્ટોક ડિપાર્ટમેન્ટ એટલે કે સીએસડીને 422 આઇટમની યાદી આપી છે. તેની સાથે નિર્દેશ આપ્યો છે કે આ આઇટમની ખરીદીના ઓર્ડર આપવામાં આવશે નહીં. તેમાં સૌથી વધુ ચીની પ્રોડક્ટ્સ છે. 422માંથી લગભગ 230 આઇટમો ચીનની છે જ્યારે 16 વસ્તુઓ એવી છે જે ચીન ઉપરાંત અન્ય દેશોમાં પણ બને છે પરંતુ તેમની ઉપર પ્રતિબંધ નથી.
બીજા નંબર પર વિયેતનામ છે. યાદીમાં 42 આઇટમો એવી છે જે વિયેતનામ છે. તે ઉપરાંત યુએસ, ઇટાલી, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, જર્મની, પોલેન્ડ, થાઇલેન્ડ, સ્કોટલેન્ડ, ઇંડોનેશિયા, ભૂટાન, બાંગ્લાદેશ, નેપાળ, શ્રીલંકાની આઇટમો પર છે જે હવે આર્મી કેન્ટીનમાં વેચાશે નહીં. ચીનની જે આઇટમો પર પ્રતિબંધ મૂકાયો છે જેમાં મોટાભાગની ઇલેક્ટ્રોનિક આઇટમો છે. લેપટોપથી લઇને માઇક્રોવેવ, કોફી મેકરથી લઇને સેન્ડવિચ ટોસ્ટરની સાથે-સાથે કાજલ, ગ્લાસ, સ્લીપિંગ બેગ, લેડીઝ હેન્ડબેગ, ડોરમેટ જેવી આઇટમો પર છે જે પહેલા કેન્ટીનમાં વેચાતી હતી જે હવે મળશે નથી.
હવે કેન્ટીનમાં એક પર ઇમ્પોર્ટ વસ્તુ મળશે નહીં. તેને લઇને સોશિયલ મીડિયામાં પણ પૂર્વ સૈનિક ચર્ચાઓ કરી રહ્યા છે. એક સૈનિકે કહ્યુ કે માત્ર આર્મી કેન્ટિનમાં ઇમ્પોર્ટેડ આઇટમો પર પ્રતિબંધ મૂકવાથી આત્મનિર્ભર ભારતનું વિઝન કેવી રીતે પૂર્ણ થઇ શકે છે જ્યારે ખુલ્લા બજારોમાં હાલ તમામ ઇમ્પોર્ટે આઇટમો ઉપલબ્ધ છે.