દિલ્હી
મુંબઈ રવાના થતા પહેલા એનસીબીના ડેપ્યુટી ડાઈરેક્ટર જ્ઞાનેશ્વરસિંગે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, પ્રભાકર સેઇલ ઉપરાંત અન્ય લોકોની પણ જરૂર પડે પૂછતાછ કરવામાં આવશે. એનસીબીને આશા છે કે પ્રભાકર સેઇલ આજે પૂછપરછ માટે સહયોગ આપશે. એનસીબીની ટિમ દ્વારા મુંબઈમાં બીજી વાર એ તમામ સ્થળોની તપાસ કરાઈ છે જે આ ડ્રગ કેસમાં સંકળાયેલા છે. જો કે જ્ઞાનેશ્વરસિંગે પ્રભાકર સેઇલ ઉપરાંત જરૂર પડે પૂછપરછ માટે બોલાવવામાં આવી શકે એવા લોકોના નામ લેવાનું ટાળ્યું હતું.