મુંબઇઃ સરકારી માલિકીની નવરત્ન ઓઇલ કંપની ઇન્ડિયન ઓઇલ લિમિટેડ એ દેશભરના હોંશિયાર બાળકોની માટે સ્કોલરશિપ શરૂ કરવાની ઘોષણા કરી છે. આ સ્કોલરશિપ દેશના 30 રાજ્યો અ કેન્દ્રીય શિક્ષણ બોર્ડના ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં ટોપ કરનાર હોશિયાર વિદ્યાર્થીઓને મળશે. આ સ્કોલરશિપ આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે આપવામાં આવશે.
ઇન્ડિયન ઓઇલના અધ્યક્ષ શ્રીકાંત માધવ વૈધે કહ્યુ કે, દેશના 75માં સ્વતંત્રતા દિવસના પ્રંસગે યોજાઇ રહેલા આ કાર્યક્રમ હેઠળ પ્રત્યેક રાજ્ય બોર્ડ અને કેન્દ્રીય શિક્ષણ બોર્ડમાંથી 75 હોશિયાર વિદ્યાર્થીઓને ઓળખી કાઢવામાં આવ્યા છે. ઇન્ડિયન ઓઇલની આ સીએસઆર- પહેલથી એવી 2250 કન્યાઓને લાભ મળશે જેઓ 2020/2021 ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં શામેલ થયા હતા. આ પહેલ હેઠલ 2.25 કરોડ રૂપિયાની રકમની સ્કોલરશિપ આપવામાં આવશે.
ઇન્ડિયન ઓઇલની આ સ્કોલરશિપ હેઠળ, વિદ્યાર્થીને 10,000 રૂપિયા અને એક પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સ્કોલરશિપ લાભાર્થીઓને તેમના ઉચ્ચ અભ્યાસ માટે પ્રેરણાના સ્ત્રોતના રૂપમાં પણ કામ કરશે. આ સ્કોલરશિપ સંબંધિત શિક્ષણ દ્વારા નિર્ધારિત યોગ્યતાના આધારે આપવામાં આવી છે.
