આયુર્વેદમાં એવી 8000 જેટલી ચમત્કારી જડીબુટ્ટી છે કે તેની મદદથી સ્વાસ્થ્ય સાચવી શકાય છે તેવી માહિતી રાજ્યના પૂર્વ આરોગ્ય અધિક મુખ્યસચિવ ડો. એસ.કે.નંદાએ કર્યો છે. તેમણે કહ્યું છે કે લાઇફમાં જો ડોક્ટરને દૂર રાખવા હોય તો તેની માટે આપણી માટે ઘરેલું ઉપચાર છે, જેનો ઉપયોગ આદિવાસી સમાજ કરે છે. ગુજરાતના ડાંગ જિલ્લામાં જ 140 જેટલા ભગત છે જે આદિવાસીઓના આયુર્વેદિક ડોક્ટર છે.
એસકે નંદાએ કહ્યું હતું કે આપણે ત્યાં આદિવાસી વનસ્પતિ ઉપર સંશોધન કરીને તેના સફળ પ્રયોગ કરનારા ભગત ને જોડતી કડી એટલે સ્વદેશી જ્ઞાન અભિયાન. આપણે તેમના અનુભવોનું જ્ઞાન દુનિયાને આપવાનું છે. આજે પ્રત્યેક પરિવાર તેની વાર્ષિક આવકના 40 ટકા ખર્ચ મેડીસિન પાછળ કરે છે ત્યારે આયુર્વેદ એક એવું જ્ઞાન છે કે જે મેડીસિનથી દૂર રાખે છે.
તેમણે કહ્યું કે હર્બલ માર્કેટનનું કદ અત્યારે 62 અબજ ડોલરનો છે તેમાં ભારતનું યોગદાન માત્ર એક અબજ ડોલરનું છે. 2050 સુધીમાં હર્બનનું માર્કેટ પાંચ ટ્રિલિયન ડોલરનું થવાનું છે ત્યારે ભારતે તેની જડીબુટ્ટીઓમાંથી દવા બનાવી વિશ્વના માર્કેટમાં આપવાની આવશ્યકતા છે. નંદાએ કહ્યું કે આદિવાસી સમુદાયો 8000 ઔષધિય વનસ્પતિ-જડીબુટ્ટીનો ઉપયોગ કરે છે, જ્યારે આયુર્વેદમાં માત્ર 900 પ્રકારની વનસ્પતિ છે.
આયુર્વેદના જાણકાર ભગત પાસેથી મળેલા નુસખા અંગે નંદાએ કહ્યું હતું કે
1.કેળાની છાલને કાપીને દાંત પર 10 મિનીટ માલિશ કરવાથી દાંત ચમકીલા અને સફેદ થશે.
2.કોળાંના બીજને સૂકવીને ઉપયોગ કરવાથી કદી કોલેસ્ટ્રોલ નહીં આવે, અને જો હશે તો એક જ વર્ષમાં નોર્મલ થઇ જશે.
3.સફરજન ડોક્ટરથી દૂર રાખે છે તેમ જામફળ પણ વૃદ્ધત્વથી દૂર રાખે છે. વ્યક્તિને તંદુરસ્તી આપે છે.
4.કોલેસ્ટ્રોલ અને ડાયાબીટીસમાં તજ એક અકસીર ઇલાજ છે. તેનો નિયમિત ઉપયોગ કરવો જોઇએ.
5.કાકડીની છાલને દરવાજા પાસે મૂકવાથી ઉંદરો ઘરમાં નહીં આવે.
6.બે ગ્રામ મેથીનું ચૂર્ણ દહીં સાથે ત્રણ દિવસ લેવાથી પેટમાં ચૂંક આવતી હોય તો ફાયદો થાય છે.
7.ખજૂરનું શરબત પીવાથી પેટમાં થતી બળતરા ઓછી થઇ જાય છે.
8.જાંબુના પાન ચાવવાથી મોમાંથી આવતી દુર્ગંધ દુર થાય છે.
9.અરડૂસીના પાન ખુબ ચાવીને તેનો રસ ગળે ઉતારવાથી મોમાં પડેલા ચાંદા મટી જશે.
10.પેઢા નબળા પડી ગયા હોય તો ફટકડીનો પાવડર ઘસવાથી પેઢા મજબુત બને છે.
11.ઊંઘ બરાબર ના આવતી હોય તો રાત્રે સુતા પહેલા હાથપગના તળિયે ઘી લગાવો ઊંઘ સારી આવશે.
12.પથરીની તકલીફ હોય તો મૂળાનો રસ પીવાથી અને એના પાન ખૂબ ચાવીને ખાવાથી 1-1/2 મહિના માં પથરી ઓગળી જશે.
13.અવાજ બેસી ગયો હોય તો જમ્યા પછી મરીનો પાવડર ઘી સાથે ચાટવાથી અવાજ ખુલી જાય છે.
14.કફની ખાંસી થઈ હોય તો હુંફાળા પાણીની સાથે અજમો ખાવાથી ફાયદો થશે.
15.વધારે ઉધરસ થઇ હોય તો મીઠાનો આખો ગાંગડો મોમાં રાખીએ તો ઉધરસ બિલ્કુલ બેસી જશે.