મુંબઇઃ ફૂડ ડિલિવરી કંપની ઝોમેટો એ પોતાના શેરનું સ્ટોક એક્સચેન્જ ખાતે લિસ્ટિંગ કરવાની તારીખની ઘોષણા કરી દીધી છે. કંપનીનો શેર 23 જુલાઇના રોજ શેરબજારમાં લિસ્ટેડ થશે. આ ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ આ જાણકારી આપી છે. કંપનીએ આઇપીઓ મારફતે 9375 કરોડ રૂપિયા એક્ત્ર કર્યા છે. તેની ગણતરી હવે દેશના સૌથી મોટા આઇપીઓ પૈકીના એકમાં થઇ રહી છે
કંપનીનો શેર 76 રૂપિયાના ભાવે શેરબજારમાં લિસ્ટ થઇ શકે છે. ઝોમેટોના આઇપીઓમાં સંસ્થાકીય અને રિટેલ રોકાણકારોએ જંગી રસ દર્શાવ્યા છો. આ ઇસ્યૂ 14 જુલાઇના રોજ ખૂલ્યો હતો અને 16 જુલાઇના રોજ બંધ થયો હતો. કંપનીએ આઇપીઓમાં શેર વેચાણ માટે પ્રાઇસ બેન્ડ 72થી 76 રૂપિયા નક્કી કરી હતી. તે માર્ચ 2020માં આવેલા એસબીઆઇ કાર્ડ પેમેન્ટ સર્વિસના 10.341 કરોડના ઇશ્યૂ પછીનો સૌથી મોટો આઇપીઓ છે.
ઝોમેટોએ આઇપીઓની પહેલા એંકર રોકાણકારો પાસેથી 4196 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. સ્ટોક એક્સચેન્જોના આંકડાઓ મુજબ કંપનીએ 186 એંકર રોકાણકારોએ 76 રૂપિયા પ્રતિ શેરના હિસાબે
55,21,73,505 શેર એલોટ કર્યા છે.
ઝોમેટોની શરૂઆત 2008માં થઇ હતી. આ કંપની ઓનલાઇન ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે.