નવી દિલ્હીઃ શું તમે પોતોના બિઝનેસ કે ઉદ્યોગ-ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યો છો? તો તમે ફૂડ પ્રોસેસિંગનો બિઝનેસ કરી શકો છે. જેની માટે કેન્દ્ર સરકાર મોટી સહાય પણ આપવામાં જઇ રહી છે. કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ 10,900 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. હાલના સમયમાં ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં વિકાસની ઘણી સંભાવનાઓ રહી છે.
આજે કેન્દ્ર સરકાર પ્રોડક્શન લિંક્ડ ઇન્સેન્ટિવ (PLI) સ્કીમનું વિસ્તરણ કર્યુ છે અને આ યોજના હેઠલ હવે ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને પણ આવરી લીધી છે. PLI સ્કીમ હેઠળ ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ માટે 10,900 કરોડ રૂપિયાની સહાયને મંજૂરી આપી છે.
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે આ યોજનાને મંજૂરી આપી દીધી છે, જેનાથી 2.5 લાખ લોકોને રોજગારી મળશે અને નિકાસમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે. આ સાથે ગ્રાહકોને મૂલ્ય વર્ધિત પ્રોડક્ટ્સની ઉપલબ્ધ વધશે.
ખાદ્યમંત્રી પીયૂષ ગોયલે મંત્રીમંડળના નિર્ણય અંગે માહિતી આપતા જણાવ્યુ કે, ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની માટે 10,900 કરોડ રૂપિયાની રકમની સાથે PLI સ્કીમને મંજૂરી આપવામાં આવી છે. આ નિર્ણય આપણા ખેડૂતોની માટે એક યોગ્ય સમર્પણ છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે, બજેટમાં સરકારે 12-13 ક્ષેત્રોની માટે PLI સ્કીમ લાવવાની વાત કહી હતી. છ સેક્ટરની માટે પહેલાથી જ PLI સ્કીમની ઘોષણા કરાઇ ચૂકી છે. આજે ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની માટે PLI સ્કીમને મંજૂરી આપવામાં આવી છે.