મુબઇઃ HDFC બેન્કના આદિત્ય પુરી નાણાકીય વર્ષમાં પોતાના રિટાયરમેન્ટના વર્ષમાં ખાનગી ક્ષેત્રની ટોપ-3 બેન્ક અધિકારીઓમાં સૌથી વધારે પગાર-ભથ્થુ મેળવનાર અધિકારી રહ્યા છે. પાછલા નાણાકીય વર્ષે તેમની કૂલ કમાણી 13.82 કરોડ રૂપિયા હતી. પુરીના અનુગામી શશિધર જગદીશને પાછલા નાણાં વર્ષમાં 4.77 કરોડ રૂપિયાનું વેતન મેળવ્યુ છે. જગદીશન 27 ઓક્ટોબર, 2020ના રોજ HDFC બેન્કના ચીફ એક્ઝિક્યુટિવ અને એમડી બન્યા હતા. તેમાં તેમના પ્રમોશનના રૂપમાં હાંસલ કરેલ વેતન શામેલ છે.
વર્ષ દરમિયાન આદિત્ય પુરીમાં રિટાયરમેન્ટનો લાભ 3.5 કરોડ રૂપિયા સામેલ છે. કોવિડ-19થી ગંભીર રીતે પ્રભાવિત થયેલા આ સંકટકાળમાં આઇસીઆઇસીઆઇ બેન્કના એમડી અને સીઇઓ સંદીપ બખ્શીએ નાણાકીય વર્ષ 2020-21ની માટે પોતાના મૂળ પગાર અને અન્ય ભથ્થાઓના પોતાના નિર્ધારિત ભાગને પોતે જતો કર્યુ છે. બેન્કે પોતાની વાર્ષિક રિપોર્ટમાં આ માહિતી આપી હતી.
ICICI બેન્કના CEOની સ્થિતિ
રિપોર્ટ મુજબ અલબત્ત બખ્શીને 38.38 લાખ રૂપિયાનુ ભથ્થુ અને અન્ય લાભો મળ્યા છે. તેમણે આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ લાઇફ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી નાણાકીય વર્ષ 2016-17 અને નાણાકીય વર્ષ 2017-18ની માટે વિલંભિત પરિવર્તનિય વેતનના રૂપમાં 63.60 લાખ રૂપિયાનું પર્ફોરમન્સ બોનસ પણ મળ્યુ છે.
ખાનગી ક્ષેત્રની ત્રીજી સૌથી મોટી બેન્ક એક્સિસ બેન્કના પ્રમુખ અમિતાભ ચૌધરીના વેતન ભથ્થામાં 6.52 કરોડ રૂપિયા મળ્યા છે.