Axis Bankના ખાતાધારકો માટે ચિતાજનક સમાચાર છે. બેન્ક પોતાના નિયમોમાં બદલાવ કર્યા છે જે 1 મેં થી લાગુ થવા જઈ રહ્યા છે. આ નિયમોમાં કેશ કાઢવા, SMSની સુવિધા અને ખાતામાં મિનિમમ બેલેન્સ સાથે જોડાયેલ ઘણી વાતો છે. ખાતામાં ન્યુનતમ રાશિ ના રાખવાના દંડની જોગવાઈ છે જે અન્ય બેંકોથી વધુ છે.
વાત સૌથી પહેલા મિનિમમ બેલેન્સ ખાતામાં રાખવાની. ખાતામાં જેટલી રકમ દર મહિને રાખવાની હોઈ છે તેને હવે વધારી દેવામાં આવી છે. 1 મેથી તમારા ખાતામાં ઓછામાં ઓછા 15 હજાર રૂપિયા રાખવા પડશે. પહેલા આ રકમ 10 હજાર રૂપિયા હતી. હવે પ્રાઈમ અને લિબર્ટી બ્રાન્ડ સર્વિસ ખાતામાં 25 હજાર રૂપિયા મિનિમમ બેલેન્સ રાખવું પડશે. પહેલા આ રકમ 15 હજાર હતી. જો આટલા પૈસા ખાતામાં નહિ રાખવામાં આવે તો પ્રતિ 100 રૂપિયા દંડ લાગશે.
ઉદાહરણ તરીકે તમારા ખાતામાં એક મહિનામાં એવરેજ 5 હજારથી 75 હજાર રૂપિયા જમા રહે છે તો બેન્ક તમારી પાસે 800થી વધુ ટેક્સ લે છે. એક્સિસ બેન્કના આ ચાર્જને જોતા HDFC અને કોટક મહિન્દ્રા બેંકે પણ વધારી દીધો છે. મિનિમમ બેલેન્સનો નોન-મેન્ટેનન્સ ચાર્જ HDFC બેન્કમાં 600 રૂપિયા અને કોટક મહિન્દ્રા બેન્કમાં સેવિંગ એકાઉન્ટનો પણ એટલો જ છે. પરંતુ એક્સિસ બેંકે આ વધારીને 800 કરી દીધો છે. HDFC અને કોટક મહિન્દ્રા બેન્કમાં ઓછામાં ઓછા 10 રૂપિયા જમા રાખવાના હોય છે.
રોકડ ઉપાડનો ચાર્જ
એક્સિસ બેંક દર મહિને 2 લાખ રૂપિયા સુધીના 4 ફ્રી ટ્રાન્ઝેક્શનની ઓફર કરે છે. જ્યારે આ નિયમ ભંગ થાય છે, ત્યારે બેંકમાંથી દર 1 હજાર ઉપાડ માટે 5 રૂપિયા લેવામાં આવે છે. હવે 1 મેથી આ રકમ બમણી કરવામાં આવી રહી છે. જો કોઈપણ વ્યવહાર ફ્રી લિમિટથી વધુ ટ્રાન્ઝેક્શન કરે છે તો તેણે 1 હજાર દીઠ 10 રૂપિયા ચૂકવવા પડશે. એચડીએફસી અને આઈસીઆઈસીઆઈ બેંકે હજી સુધી આ ચાર્જ ફક્ત 5 રૂપિયા રાખ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાન્ઝેક્શન પર લાદવામાં આવેલી પેનલ્ટી એટલા માટે વધારમાં આવી છે કે જેથી લોકો એટીએમમાંથી પૈસા ઉપાડવાનું ટાળે અને ઓનલાઇન પેમેન્ટનો પર ભાર આપે.
SMS ચાર્જ ફેરફાર
એક્સિસ બેંકે એસએમએસ ચાર્જમાં ફેરફાર કર્યો છે. પહેલાં દર મહિને એસએમએસ ચાર્જ તરીકે 5 રૂપિયા વસુલવામાં આવતા હતા, પરંતુ હવે તમારે દરેક એસએમએસ એલર્ટ પર 25 પૈસા ચૂકવવા પડશે. તે એક મહિનામાં વધુમાં વધુ 25 રૂપિયા સુધી જઈ શકે છે. તે 1 જુલાઇથી અમલમાં આવશે. તેમાં ઓટીપી અને પ્રમોશનલ મેસેજ શામેલ નથી. ટેલિકોમ રેગ્યુલેટરી દ્વારા એસએમએસ વિશે કેટલાક નવા નિયમો બનાવવામાં આવ્યા છે, જેને બેંક દ્વારા મેસેજના નિયમોમાં ફેરફાર કર્યા છે.
સેલરી એકાઉન્ટના નિયમમાં ફેરફાર
એક્સિસ બેંક સેલરી એકાઉન્ટમાં પણ ફેરફાર કર્યા છે. 6 મહિના જૂનાં ખાતામાં જો દર મહિને પૈસા નથી આવી રહ્યા તો દર મહિને 100 રૂપિયા ફી લેવામાં આવશે. નિષ્ણાતો જણાવે છે કે આ માટે નોકરી છોડ્યા પછી, પગાર ખાતું કાં તો બંધ કરવું જોઈએ અથવા તેને બચત ખાતામાં બદલવું જોઈએ. જો એક્સિસ બેંકના પગાર ખાતામાં સતત 17 મહિના સુધી પગાર ન આવે તો 18મા મહિને 100 રૂપિયા દંડ વસૂલવામાં આવશે.