રિઝર્વ બેન્કે વ્યાજદર ઘટા્ડ્યા નથી પરંતુ બેન્કો પોતાની રીતે લોનના વ્યાજદર ઘટાડી સસ્તી લોન આપવાનો પ્રયત્ન કરી રહી છે. કેનેરા બેંકનો દાવો છે કે તે ગ્રાહકોને સૌથી ઓછા દરે લોન આપી રહી છે. જો તમે હોમ લોન અથવા કાર લોન લેવાનું પણ વિચારી રહ્યાં છો, તો તમે કેનેરા બેંકનો સંપર્ક કરી શકો છો. કેનેરા બેંકનું કહેવું છે કે હવે તે સસ્તા દરો પર લોન આપી રહી છે.
કેનેરા બેંકે ટ્વિટર દ્વારા તેના લોનના દર વિશે માહિતી આપી છે. કેનેરા બેંક MCLR (Marginal Cost of Funds Based Landing Rate) આધારિત લોન 7.35 ટકા પર આપી રહી છે. જ્યારે RLLR (Repo Linked Lending Rate) આધારિત લોન 6.9% પર આપી રહી છે. તમને જણાવી દઈએ કે આ વ્યાજ દર 7 જૂન, 2021 ના આધારે છે અને તેની સાથે ઘણી શરતો છે, જેનું પાલન કરવું પડશે.
જો તમે પણ કેનેરા બેંકમાંથી લોન લેવા માંગતા હો, તો પછી તમે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને અરજી કરી શકો છો, આ સિવાય કેનેરા બેંકે પણ એક લિંક શેર કરી છે- https://canarabankcsis.in/canaraila/newmain.aspx . જ્યારે તમે આ લિંક પર વિઝીટ કરો છો, ત્યારે તમને સીધા લોન વિભાગમાં લઈ જવામાં આવશે. ત્યાં તમને હોમ લોન, કાર લોનનાં વિકલ્પો મળશે, તમે કોઈપણ લોન માટે અરજી કરી શકો છો. આ પછી તમને બેંકનો કોલ આવશે. તમે આ લિંક પર તમને જોઈતી લોનના EMI ની ગણતરી પણ કરી શકો છો કારણ કે તમને અહીં EMI કેલ્ક્યુલેટર પણ મળે છે. કેનેરા બેંકે પણ ટ્વિટર પર લોન રેટ, પ્રોસેસિંગ વિશે માહિતી આપી છે.