બેન્ક ઓફ બરોડાના ખાતાધારકો માટે મોટા સમાચાર છે. બેન્ક તરફથી નવા IFSC કોડ જારી કરવામાં આવ્યા છે. હવે તમે ઘરે બેઠા સરળતાથી કોડ જાણી શકો છો. બેન્ક મર્જર થયા પછી ગ્રાહકોના કોડમાં ફેરફાર થઇ ગયો છે. હજુ સુધી બેન્ક તરફથી છૂટ આપવામાં આવી હતી કે તમે જુના કોડથી પૈસા ટ્રાન્સફર કરી શકો છો. પરંતુ 1 જુલાઈ 2021 પછી તમારા IFSC Code કામ નહિ કરે.
તમને જણાવી દઈએ કે બે વર્ષ પહેલા વર્ષ 2019માં વિજયા બેન્ક અને દેના બેન્કનું મર્જર બેન્ક ઓફ બરોડામાં કરવામાં આવ્યું હતું, જ્યારે પછી આ કોડમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અને વિજયા બેન્કના ગ્રાહકોના કોડ કામ કરવાનું બંધ કરી દેશે. આવતી કાલ પછી જુના કોડ દ્વારા પૈસા ટ્રાન્સફર નહિ કરી શકો. આવો તમને જાણવી દઈએ નવો કોડ કેવી રીતે મેળવી શકો છો.
IFSC કોડ એ 11 આંકડાનો કોડ હોય છે જે RBI તરફથી તમામ બેંકોને આપવામાં આવે છે. 11 કેરેક્ટરના આ કોડને ઇલેક્ટ્રોનિક પેમેન્ટમાં ઉપયોગ કરી શકાય છે. એના શરૂઆતી ચાર આંકડાથી બેન્કનું નામ જાણી શકાય છે. એના પાંચ આંકડા 0 હોય છે. ત્યાર પછી 6 આંકડાથી બ્રાંચ કોડની જાણ થાય છે. BOBનો IFSC Code BARBથી શરુ થાય છે.’
ઘરેબેઠાં જાણો તમારી બ્રાન્ચનો IFSC કોડ
ગ્રાહકો બ્રાન્ચમાં જઈ IFSC Codeની જાણ કરી શકે છે
બેન્ક તરફથી મોકલવામાં આવેલ લેટર અને SMS દ્વારા જાણ કરી શકાય છે
એના માટે ટોલ ફ્રી નંબર 18002584455/18001024455 પર કોલ કરીને પણ જાણી શકાય છે
એ ઉપરાંત SMS દ્વારા પણ જાણી શકાય છે