શેર બજારમાં ઘણી એવી તક આવે છે, જ્યારે કંપનીના શેરોની પરફોર્મન્સ હેરાન કરી દે છે. એવી જ એક કંપની છે Magma Fincorp. મુંબઈ બેઝ્ડ આ non banking financial companyએ તેના રોકાણકારોને માત્ર એક વર્ષમાં જ 919 ટકા રિટર્ન આપ્યું છે.
Magma Fincorpના શેરના ભાવ આજથી એક વર્ષ પહેલા 8 જૂન 2020ના રોજ 15.30 રૂપિયા પ્રતિ શેર હતા. BSE પર બુધવારે તે 156.25 રૂપિયા સુધી ઉછળ્યા અને 155.80 પર બંધ થયા. આ કંપનીએ માત્ર એક વર્ષમાં 900 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. એટલે જો કોઇએ એક વર્ષ પહેલા Magma Fincorpના સ્ટોકમાં 1 લાખ રૂપિયાનું રોકાણ કર્યુ હશે, તો તેની પાસે આજે 10.21 લાખ રૂપિયા હશે.
આ અવધિમાં જો સરખામણી કરીએ તો સેંસેક્સે 52.16 ટકા રિટર્ન આપ્યું છે. જ્યારે Magma Fincorpના શેરોએ માત્ર આ વર્ષે 290.63 ટકાનું રિટર્ન આપ્યું છે. ગત એક વર્ષમાં આ કંપનીએ રિટર્નના મામલે તેની હરિફ કંપનીઓને ઘણી પાછળ છોડી દીધી છે. Bajaj Financeના શેરોમાં વર્ષભરમાં 129.6 ટકાનો ઉછાળો જોવા મળ્યો. Muthoot Finance પણ એક વર્ષ દરમિયાન 63.27% ચઢ્યા અને Bajaj Holdingsના શેર માત્ર 39.79 ટકા જ વધ્યા.
પરંતુ હવે પ્રશ્ન થાય છે કે Magma Fincorpના શેરોમાં આ તેજી કેવી રીતે આવી. તેના માટે ફેબ્રુઆરી 2021ના એ રિપોર્ટને જોવાનો રહેશે, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે અદાર પૂનાવાલાની કંપની Rising Sun Holdings અને પ્રમોટર સમૂહના બે સભ્ય કંપનીમાં નિયંત્રણ ભાગીદારી ખરીદવા માટે તૈયાર હતી. માર્ચના શરૂઆતના દિવોસમાં કંપનીના શેરહોલ્ડરોએ Rising Sun Holdingsને પ્રિફ્રેંશિયલ ઇક્વિટી શેર જારી કરી 3,456 કરોડ રૂપિયા મેળવવાને મંજૂરી આપી હતી. Rising Star આ NBFCમાં 3456 કરોડ રૂપિયાની કેસ ડીલ દ્વારા 60 ટકા ભાગીદારી ખરીદશે. જોકે આ ઓફરને અત્યારે રેગ્યુલેટરી મંજૂરી મળવાની બાકી છે.