મુંબઇઃ પેટ્રોલ-ડીઝલના ભાવ સતત નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે. દેશના 136 જિલ્લાઓમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને વટાવી ગયા છે. માત્ર ચાલુ વર્ષની વાત કરીયે તો પેટ્રોલની કિંમત ત્યાર સુધી 13 ટકા વધી ગઇ છે. આજે પેટ્રોલ 26-31 પૈસા પ્રતિ લિટર વધી ગયા છે, જ્યારે ડીઝલના ભાવ 26-28 પૈસા પ્રતિ લિટર સુધી વધી ગયા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલ 72 ડોલર પ્રતિ બેરલને વટાવી ગયા છે, જેનાથી આગામી સમયમાં ભાવ વધુ ઉંચે જેવાની આશંકા છે.
સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે સોમવાર 7 જૂનના રોજ પેટ્રોલ-ડીઝલના નવા ભાર જાહેર કર્યા છે. જેમાં પેટ્રોલની કિંમત 28 પૈસા અને ડીઝલની કિંમત 27 પૈસા પ્રતિ લિટર વધાર્યા છે. આ સાથે સતત બીજા દિવસ અને અને ચાલુ જૂન મહિનામાં ચોથી વખત ભાવ વધ્યા છે.
મુખ્ય શહેરોમાં પેટ્રોલની કિંમત
શહેરો | ગઇકાલના ભાવ | આજના ભાવ |
દિલ્હી | 95.03 | 95.31 |
મુંબઇ | 101.25 | 101.52 |
કલકત્તા | 95.02 | 95.28 |
ચેન્નઇ | 96.47 | 96.71 |
મુખ્ય શહેરોમાં ડીઝલના ભાવ
શહેરો | ગઇકાલના ભાવ | આજના ભાવ |
દિલ્હી | 85.95 | 86.22 |
મુંબઇ | 93.30 | 93.58 |
કલકત્તા | 88.80 | 89.07 |
ચેન્ન્ઇ | 90.66 | 90.92 |