નવી દિલ્હીઃ પેટ્રોલ-ડીઝલના ભાવ દરરોજ નવી ઉંચાઇએ પહોંચી રહ્યા છે અને લોકો પરેશાન થઇ રહ્યા છે. આજે બુધવારે ફરી ઇંધણના ભાવ વધતા દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિ લિટરને ક્રોસ કરી ગઇ છે.
આજે બુધવારે સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ પેટ્રોલની કિંમતમાં પ્રતિ લિટર દીઠ 35 પૈસા અને ડીઝલની કિંમતમાં 17 પૈસા પ્રતિ લિટર દીઠ વધાર્યા છે. જેને પગલે દિલ્હી અને કલકત્તા જા મેટ્રો શહેરોમાં આજે પેટ્રોલની કિંમત 100 રૂપિયા પ્રતિલિટરની સપાટીને કુદાવી ગયા છે.
આજે દિલ્હીમા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પંપ પર પેટ્રોલ 100.21 રૂપિયા પ્રતિ લિટરના ભાવે વેચાઇ રહ્યુ છે. તો ડીઝલ 89.53 રૂપિયા પ્રતિ લિટર વેચાઇ રહ્યુ છે.
37 દિસવમાં પેટ્રોલ 9.89 રૂપિયા મોંઘુ થયુ
પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ 4 મે, 2021થી અત્યાર સુધીમાં 37 વખત ઇંધણના ભાવ વધ્યા છે. જેમાં 37 દિવસમાં પેટ્રોલ 9.89 રૂપિયા પ્રતિલિટર દીઠ મોંધુ થયુ છે. તો બીજી બાજુ વિતેલ 35 દિવસમાં ડીઝલની કિંમત પ્રતિ લિટર દીઠ 8.74 રૂપિયા વધી ગઇ છે.
વિવિધ શહેરોના પેટ્રોલ-ડીઝલની કિંમત
વિવિધ શહેરો | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 100.21 | 89.53 |
મુંબઇ | 106.25 | 97.09 |
ચેન્નઇ | 101.06 | 94.06 |
કલકત્તા | 100.23 | 92.50 |
ભોપાલ | 108.52 | 98.30 |
રાંચી | 95.43 | 94.48 |
બેંગ્લોર | 103.56 | 94.89 |
પટના | 102.40 | 94.99 |
ચંડીગઢ | 96.37 | 89.16 |
લખનઉ | 97.33 | 89.92 |