મુંબઇઃ મોટાભાગના લોકો પોતાના ટેક્સની ગણતરી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે કરે છે. એવા તેમને ખબર પડ છે કે તેની ટેક્સ જવાબદારી તેના કરતા ઘણી વધારે છે, જેટલી તેમણે વિચારી હતી. એવામા ટેક્સ બચાવવા માટે ઘણા પ્રયત્નો કરે છે, પરંતુ તે પુરતુ નથી.આજે અમે તેમને 3 ટેક્સ સેવિંગ ટિપ્સ વિશે જણાવીશુ જે તમને ટેક્સની જવાબદારીઓ ઘટાડવામાં મદદ કરશે.
લોંગ ટર્મ કેપિટલ ગેઇનને સ્માર્ટ રીતે બુક ક રો
મોટાભાગના લોકો મ્યુ. ફંડ કે શેરબજારમાંથી પ્રોફિટ બુક કરતા સમયે એક જ સમયે સમગ્ર નફો બુક કરી લેતા હોય છે. જેમ કે 4-5 વર્ષ બાદ જ વારમાં જંગી પ્રોફિટ બુકિંગ કરે છે. એવામાં તેમની ઉપર ટેક્સનો બોજ વધી જાય છે. નોંધનિય છે કે, 1 લાખ રૂપિયા સુધીના લોંગ ટર્મ કેપિટલ ગેઇન પર એક નાણાકીય વર્ષમાં ટેક્સ લાગતો નથી. એવામાં 4-5 વર્ષમાં એક વાર પ્રોફિટ બુક કરવાના બદલે દર વર્ષે થોડુંક થોડુંક પ્રોફિટ બુકિંગ કરવું જોઇએ જેથી પ્રોફિટ ટેક્સ ફ્રી રહે.
કેપિટલ લોસથી પણ કરો કમાણી
મોટાભાગના રોકાણકારો જાણે છે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇનને શોર્ટ અને લોંગ ટર્મ કેપિટલ ગેઇનની સાથે એડજેસ્ટ કરી શકાય છે. અલબત્ત લોંગ ટર્મ કેપિટલ ગેઇને માત્ર લોંગ ટર્મ કેપિટલ ગેઇનની સાથે જ એડજસ્ટ કરી શકાય છે. એવામાં તમે થોડીક ખોટ પણ કરો, જેનાથી તેને એડજસ્ટ કરી ટેક્સ બચાવી શકાય. આ સંભાળવવામાં અજીબ લાગી શકે છે પરંતુ ફાયદાકારક છે. અલબત્તે તમારે તેની ગણતરી કરવી પડસે કે કેટલી ખોટ થવાથી તમારી ટેક્સ સેવિંગ થશે અને તમારે વધારે નુકસાન સહન ન કરવુ પડે. લોંગ બુકિંગ મારફતે તમે તમારા પોર્ટફોલિયોના નબળાં સ્ટોકને બહાર કાઢી શકો છો.
54EC બોન્ડથી બચાવો ટેક્સ
54EC બોન્ડમાં પણ રોકાણ કરીને ટેક્સ બચાવી શકાય છે. આ બોન્ડ પર મળતા રિટર્ન પર કોઇ ટીડીએસ લાગતો નથી. તમે મકાનના વેચાણથી મળેલ કેપિટલ ગેઇનને અલગ અલગ ભાગમાં 54EC બોન્ડમાં રોકાણ કરી શકો છે. ધ્યાન રાખો કે આવુ મકાઇન વેચ્યાના છ મહિનાની અંદર કરવુ પડશે. આ પીએસયુ યુનિટના બોન્ડ છે જે સુરક્ષિત રોકાણ છે. અલબત્ત આ બોન્ડ સાથે જોડાયેલા કેટલાંક પ્રતિબંધો છે.