ઉતરાયણમાં તલ ચિક્કી,શીંગ ચીક્કી અને તલ-મમરાનાલાડુ આરોગવામાં આવે છે ત્યારે ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે ચિક્કીના ભાવમાં 6થી લઈને 28 ટકા સુધી ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
નવી ચિક્કીના ફ્લેવર્સ જેવા કે ચોકલેટ, અંજીર,કાજુ ચીક્કી પણ આવી ગયા છે જે હવે એક્સપોર્ટ પણ થાય છે. સિંગ-તલમાં રહેલા વિટામિન, આયર્ન અને મિનરલ કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખી શિયાળામાં હૃદયને સ્વસ્થ રાખે છે.
શિયાળામાં ચિક્કીની ડિમાન્ડ વધી જાય છે, ખાસ કરીને ઉત્તરાયણના દિવસે લોકો ચિક્કી વધુ ખવાય છે.
આ વર્ષે તલની ચિક્કીમાં કિલો દીઠ 40 રૂપિયાનો વધારો થયો છે.
વિક્રેતાઓ કહે છે કે, ગોળ સહિતના રોમટિરિયલ્સ મોંઘા થતાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.
કિલો દીઠ ભાવ વધારાની વાત કરવામાં આવે તો તલની ચીક્કી ગત વર્ષે 140 રૂપિયે કિલો હતી જે આ વર્ષે 180 રૂપિયે કિલો મળી રહી છે તેજ રીતે શીંગ ચીક્કી 120 હતી જે આ વર્ષે 130,કોપરા 180 હતા જે 190,રાજગરા 140 હતા જે 160 થયા જ્યારે દાળિયા 120 હતા જે આ વર્ષે 130 રૂપિયે કિલો મળી રહયા છે.
જોકે,શિયાળામાં તલ,શીંગ,ગોળ,દાળિયા વગરે ખુબજ ગુણકારી હોય તે ખાવા જોઈએ સામાન્ય રીતે 10,20 રૂપિયા વધ્યા હોય તે ખર્ચીને પણ શિયાળામાં સેવન કરવું જોઈએ તેવી વડીલો સલાહ આપી રહયા છે.