કેટલાક નેતાઓને રાજકારણ માંથી મળી રહેલા હરામના પૈસા પણ ઓછા પડી રહયા હોય તેમ હવે સેકસની દલાલીમાં પણ ઝંપલાવ્યું હોવાની વાતનો પર્દાફાશ થયો છે અને નાની ઉંમરની છોકરીઓ પાસે ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા પરાણે સેક્સનો ધંધો કરાવતો હોવાનું ખુલ્યું છે.
મહારાષ્ટ્રના બીડ જિલ્લામાં શિવસેના (ઉદ્ધવ જૂથ)ના નેતાના એક સેક્સ રેકેટનો પર્દાફાશ કરી 44 છોકરીઓને છોડાવી છે જેમાં 4 સગીરા સામેલ છે.
ઉદ્ધવ ઠાકરેના નજીકના નેતા રત્નાકર શિંદે એક મહિલા સાથે મળીને આ કૂટણખાનું ચલાવતો હોવાનું ખુલવા પામ્યું છે.
શિવસેના ઉદ્ધવ જૂથના નેતા રત્નાકર શિંદે દ્વારા સંચાલિત મહાલક્ષ્મી કલા કેન્દ્રના નામ હેઠળ બીડના કેજ વિસ્તારમાં સાંસ્કૃતિક નૃત્યના કાર્યક્રમો યોજાતા હોવાનું બહારથી બધાને કહેવાતું હતું પણ હકીકત કઈક જુદીજ હતી.
જિલ્લા એસપી નંદકુમાર ઠાકુરને બાતમી મળી હતી કે, આર્ટ સેન્ટરની આડમાં સેક્સ રેકેટ ચાલી રહ્યું છે. બાતમી મળતાં આ કેસની જવાબદારી આઈપીએસ પંકજ કુમાવતને સોંપાતા પંકજ કુમાવતે સ્થાનિક પોલીસને બદલે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડની ખાસ ટીમ બનાવી હતી અને અચાનક કલા પર રેડ પાડતા બારમાં દારુ અને નાની રુમોમાં 44 છોકરીઓ સાથે ગ્રાહકો સેક્સ માણતા મળી આવ્યા હતા.
આ છોકરીઓ પાસે સેક્સ વર્કર તરીકે કામ કરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. આ તમામને અલગ અલગ શહેરોમાંથી લવાઈ હોવાનું ખુલ્યું હતું.
સેક્સ માટે અડ્ડામાં નાની નાની રુમો બનાવાઈ હતી જ્યાં છોકરીઓ સાથે દેહવિક્રિય ધંધો કરાવાતો હતો.
શિવસેના (ઉદ્ધવ જૂથ)નો નેતા રત્નાકર શિંદે એ એક મહિલા સાથે મળીને ઉપર કલા આર્ટ્સ સેન્ટરનું નામ આપી અહી છોકરીઓ કામ માટે આવતાં તેઓને દેહ વક્રીય ધંધામાં ધકેલી દેવાઈ હતી.
આ વાત સામે આવતા જ ઉદ્ધવ ઠાકરેએ રત્નાકરની પાર્ટી અને પદ પરથી હકાલપટ્ટી કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે.