મુંબઇઃ આજના યુગમાં મોટાભાગના વ્યક્તિઓ ક્રેડિટ કાર્ડ હોય છે જે તેમને આકસ્મિક સમયે તાત્કાલિક નાણાંકીય સહાયમાં મદદ થાય છે. આજે અમે તમને એકથી વધારે ક્રેડિટ કાર્ડ રાખવાના ફાયદાઓ વિશે જણાવીશુ…
- જો એક સામાન્ય નોકરી કરનાર વ્યક્તિ એક જ કાર્ડ પર 10 લાખની ક્રેડિટ લિમિટ ઇચ્છે તો, બેન્ક ભાગ્યે જ તે આપશે. જો કે તમે 1-1 લાખની લિમિટ વાળા 10 કાર્ડ અલગ-અલગ બેન્કના કાર્ડ સરળતાથી મેળવી શકો છો
- ક્રેડિટ કાર્ડ પર તાત્કાલિક લોનની સુવિધા પર મોટાભાગની બેન્કો આપે છે. એવામાં જો તમને અચાનક વધારે નાણાંકીય જરૂર પડે તો તમે તાત્કાલિક નાણાંની સગવડ કરી શકો છો
- અલગ-અલગ ઓનલાઇન શોપિંગ વેબસાઇટ પર સેલ દરમિયાન અલગ-અલગ ક્રેડિટ કાર્ડ પર ડિસ્કાઉન્ટ કે કેશબેકની ઓફર મળે છે. એવામાં તમારી પાસે વિવિધ બેન્કોના ક્રેડિટ કાર્ડ હશે તો તમે સેલ ઓફરનો સરળતાથી ફાયદો ઉઠાવી શકશો
- ઘણી વખત નાણાંકીય કટોકટીના પગલે ક્રેડિટ કાર્ડનું બિલ ચૂકવવુ મુશ્કેલ બની જાય છે, આવી સ્થિતિમાં તમે બેલેન્સ ટ્રાન્સફરની સુવિધાનો ઉપયોગ કરી શકો છો. આ સુવિધા હેઠળ તમે એક ક્રેડિટ કાર્ડનું બિલ બીજા ક્રેડિટથી ચૂકવી શકો છે. જો કે તેની માટે તમારે થોડુંક વ્યાજ ચૂકવવુ પડશે
- જેમની પાસે ઘણા બધા ક્રેડિટ કાર્ડ હોય છે અને સમયસર તેમની ચૂકવણી કરે છે તેનો ક્રેડિટ સ્કોર સારો રહે છે