માર્ગ અકસ્માત માં ઘણી વાર એવું થતું હોય છે કે કોઈ એક ની ભૂલની સજા બીજાએ જીવ આપીને ચૂકવવી પડતી હોય છે તેવો ગમખ્વાર અકસ્માત સુરતના ભાઠેના બ્રિજ પર સર્જાયો હતો. MBAનો એક વિદ્યાર્થી સાયકલ સવારને બચાવવા જતાં બાઈક સાથે તે રોડ પર પટકાયો હતો. જેથી પાછળથી આવતી ટ્રક નીચે તે વિદ્યાર્થી કચડાઈ જતા તે સ્થળે જ મોત નીપજ્યું હતું. એકના એક દીકરા મોતથી ખેડૂત પિતા સહિતના પરિવાર પર શોકની ચાદર છવાઈ ગઈ હતી.બે મહિના પહેલા જ અભ્યાસ માટે વતનથી સુરત આવેલો વિવેક આજે સવારે પરીક્ષા આપવા નીકળ્યો હતો.રમેશભાઈ કિકાણીએ જણાવ્યું હતું કે, જૂનાગઢ જિલ્લાના ભૂતડી ગામના ખેડૂત મથુરભાઈનો એકનો એક પુત્ર વિવેક આજે ભાઠેનાં બ્રિજ ઉપર રોડ અકસ્માતમાં મોતને ભેટ્યો હતો. વિવેક બે મહિના પહેલા સુરત MBAના અભ્યાસ માટે આવ્યો હતો. વેસુની ભગવાન મહાવીર કોલેજમાં પ્રવેશ લીધા બાદ તે પરીક્ષાની શરૂઆત થતા ત્યાં તૈયારી કરી રહ્યો હતો આજ રોજ તે સવારે પરીક્ષા આપવા નીકળ્યો હતો તે દરમિયાન માર્ગ અકસ્માતમાં વિવેકનું મોત થયું હતું. વિવેક કાકાની બાઇક લઈ કોલેજ જવા નીકળ્યો હતો.અને આ ઘટના બની હતી ત્યારબાદ કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને ઘટનાની જાણ પરિવારનાપગ નીચેથી જાણે જમીન ખસી ગઈ હોય તેવા હોશ ઉડી ગયા હતા. તે પછી દોડીને પરિવાર સ્મીમેર હોસ્પિટલ જતા વિવેક મૃત્યુ પામ્યો હોવાનું જાણવા મળ્યું હતું. તપાસ કરતા ખબર પડી હતી કે, બ્રિજ ઉપર સામેથી રોંગ સાઇડ આવતા સાયકલ સવારને બચાવવા જતા વિવેક રોડ બાજુએ પડી ગયો હતો અને પાછળથી આવતી ટ્રક નીચે કચડાઈ ગયો હતો.
અકસ્માત બાદ ચાલક પણ ટ્રક લઈને નાશી છૂટ્યો હતો.જ્યારે સાયકલ સવાર પણ ઘટના સ્થળે નહોતો. ભૂલ કોની હતી અને સજા કોને મળી એ જીવતા ઉદાહરણ એ આજે વિવેકની ભોગ લીધો છે. જોકે આ ઘટનાની જાણ વિવેકના પિતાને કરતા તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા. હજી માતા એક નો એક દીકરો અને લાડકી બહેનનો એક નો એક ભાઈ આ દુનિયામાં નથી રહ્યો તેની જાણ નથી વિવેકના મૃતદેહના પોસ્ટ મોર્ટમ બાદ એના મૃતદેહને વતન લઈ જવાશે જ્યાં એની અંતિમ વિધિ કરાશે .
.