નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને કારણે મોટાભાગના લોકો વિમાન મુસાફરીને પ્રાધાન્યતા આપી રહ્યા છે. જેને કારણે હાલ વિમાન ભાડાં પણ ઘણા વધી ગયા છે. આ દરમિયાન એર ઇન્ડિયાએ વિશેષ સ્કીમ લાવી છે અને સિનિયર સિટિઝનને માત્ર અડધુ ભાડુ ચૂકવી વિમાન મુસાફરી કરવાની તક આપી રહી છા. એર ઇન્ડિયાએ હવે 60 વર્ષથી મોટ વયની વ્યક્તિઓને ફ્લાઇટ ટિકિટ પર 50 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી છે.
એર ઇન્ડિયાની સત્તાવાર વેબસાઇટના મતે દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના સિનિયર સિટીઝનોને હવે એર ઇન્ડિયા પોતાની ફ્લાઇટ ટિકિટો અડધી કિંમતે વેચશે. એર ઇન્ડિયાની વેબસાઇટ પર પોતાની આ વિશેષ ઓફર અંગે વિસ્તૃત માહિતી આપી છે. એર ઇન્ડિયાની વેબસાઇટ મુજબ એર ઇન્ડિયાની ફ્લાઇટ પર 50 ટકા સુધીની ડિસ્કાઉન્ટ ઓફર મેળવવા માટે કેટલીક શરતો પૂરી કરવી પડશે.
આ શરતો લાગુ થશે…
- પ્રવાસ કરનાર વ્યક્તિ ભારતીય નાગરિકો હોવો જોઇએ અને તેની 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઇએ
- માન્ય ફોટો આઇડી હોવો જોઇએ, જેમાં જન્મ તારખીનો ઉલ્લેખ હોય
- ઇકોનોમી કેબિનમાં બુકિંગ કેટેગરીમાં મૂળભૂત ભાડાની 50 ટકા રકચ ચૂકવવી પડશે
- ફ્લાઇટ્સના ડિપાર્ચરથી 3 દિવસ પહેલા ટિકિટ ખરીદવી જરૂરી
- ભારતમાં કોઇ પણ સ્થળની યાત્રા માટે આ ઓફર માન્ય રહેશે
- આ ઓફર ટિકિટ ઇશ્યૂ થયાની તારીખથી લઇને એક વર્ષ સુધુ લાગુ રહેશે
- બાળકોની માટે કોઇ ડિસ્કાઉન્ટ મળશે નહીં