નવી દિલ્હીઃ કોરોનાના સંકટકાળમાં હેકરો બેફામ બન્યા છે અને લાખો લોકો સાયબર એટેકના ભોગ બન્યા છે. સરકાર દ્વારા લોકોને સાયબર એટેક અને ઓનલાઇન ફોર્ડથી બચવા માટે ચેતવણી પણ જાહેર કરવામાં આવે છે. આ વખતે સરકારે એવી 6 વેબસાઇટોની યાદી જાહેર કરી જેને ક્લિક કરવાથી તમને ઓનલાઇન ફોર્ડનો શિકાર બની શકો છો. કારણ કે આ વેબસાઇટો જાણ બહાર તમારી વ્યક્તિ અને બેન્ક એકાઉન્ટની માહિતી ચોરી શકે છે અને તેમને મોટુ નાણાંકીય નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે.
એક બાજૂ ઓનલાઈન નેટવર્કે જ્યાં લોકોના કામ સરળ કરી દીધા છે, ત્યાં સાઈબર ક્રાઈમની ફરિયાદો પણ વધી રહી છે. આપને જણાવી દઈએ કે, PIB અને સરકારી બેંકો તરફથી સમય સમયે એલર્ટ જાહેર કરવામાં આવશે અને લોકોને આ અંગે ચેતવણી પણ આપવામાં આવે છે.
PIB એ જાહેર કરી 6 વેબસાઈટનું લિસ્ટ
http://centralexcisegov.in/aboutus.php
https://register-for-your-free-scholarship.blogspot.com/
https://kusmyojna.in/landing/
https://www.kvms.org.in/
https://www.sajks.com/about-us.php
https://register-form-free-tablet.blogspot.com/
પીઆઈબીએ આ વખતે 6 વેબસાઈટનું લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં યુઝર્સને આ વેબસાઈટથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. જો તમે પણ આ વેબસાઈટ લિંકને ટચ કરશો, તો જીવનભરની કમાણી તમારી ગાયબ થઈ જશે.
આપને જણાવી દઈએ કે, તેમાં સ્કોલરશિપથી લઈને ફ્રીમાં લેપટોપ આપવાની જાહેરાત આપતી વેબસાઈટો પણ સામેલ છે. યુઝર્સે આ વેબસાઈટોથી દૂર રહેવું.