મુંબઇઃ ભારતમાં દાનવીરોની કોઇ અછત નથી. જ્યારે જ્યારે દેશમાં કોઇ આપત્તિ કે સંકટ આવ્યુ છે ત્યારે દાન અને ઉદારતા ધરાવતા લોકોએ અઢળક દાન કર્યુ છે. હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે લોકોને હોસ્પિટલ સહિતની પુરતી સુવિધાઓ મળી રહે તે માટે આ ભારતીય ઉદ્યોગપતિએ અબજ રૂપિયા દાનમાં આપવાનો નિર્ણય લીધો છે.
કોરોનાની આ સંકટની ઘડીમાં અનેક ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવ્યા છે. એકવાર ફરી આઇટી કંપની વિપ્રોએ કોરોના સામે લાડવા માટે રૂપિયા 1000 કરોડનું દાન કરવાનો નિર્ણય કર્યો છે. આ પૈસાનો વેક્સિનેશન કાર્યક્રમમાં ઉપયોગમાં લેવામાં આવશે. વિપ્રો આ પહેલા કોરોના સામે દેશની જંગમાં 1125 કરોડ રૂપિયાની મદદ કરી ચૂક્યું છે. વિપ્રોના ફાઉન્ડર ચેરમેન અજીમ પ્રેમજીએ કહ્યું છે કે આ પૈસા દેશમાં સૌને વેક્સિનેશન કાર્યક્રમમાં કામમાં લેવામાં આવશે. ચાલો જાણીએ સંકટના આ સમયમાં ક્યાં ઉદ્યોગપતિઓ મદદ માટે આગળ આવ્યા છે.
અજીમ પ્રેમજીએ પોતાના લગભગ 80 આરબ ડોલરના નેટવર્થનો મોટાભાગનો હિસ્સો પરોપકારમાં લગાવવાનો નિર્ણય કર્યો છે. અજીમ પ્રેમજીએ કહ્યું છે કે તેમના માં પણ બાળકો માટે એક હોસ્પિટલ ચલાવે છે. તેમણે જણાવ્યું કે તેમના પરોપકાર કાર્યોમાં લાગી જવા પાછળની મુખ્ય પ્રેરણા મહાત્મા ગાંધી છે.
બોમ્બે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ સોસાયટીના સ્થાપના દિવસ સમારોહને સંબોધિત કરતા અજીમ પ્રેમજીએ કહ્યું, ‘અમારું કામ અને સ્થિતિ જેમ-જેમ આગળ વધી તેમ અમને આભાસ થવા લાગ્યો કે સાર્વભોમ વેક્સિનેશન પર ભાર મુકવો પડશે. એટલે અમે કોરોના રાહત રણનીતિના મુખ્ય તત્વ તરીકે સામેલ કર્યો છે અને તેના માટે 1000 કરોડ રૂપિયાની વધારાની સહાય કરવાનો નિર્ણય કર્યો છે.