નોઇડાઃ નોઇડામાં છેતરપીંડિના અલગ-અલગ કેસમાં બે લોકોના એકાઉન્ટમાંથી 76 હજાર રૂપિયાઉ પડી ગયા. બંને પીડિતોએ પોલીસ સેક્ટર-20માં ફરિયાદ નોંધાવી. બંને એ ઇન્ટરનેટથી કસ્ટમર કેરનો નંબર મેળવ્યો હતો પરંતુ તે બોગસ નીકળ્યો. પોલીસે ફરિયાદ નોંધી ઘટનામાં આગળ તપાસ કરી રહી છે.
હેડફોનનો ઓનલાઇન ઓર્ડર કર્યો હતો
પ્રથમ ઘટના સેક્ટર-18માં રહેતા ખુર્શીદ આલમ સાથે બની. તેમણે ઇ-કોમર્સ વેબસાઇટ પર એક બ્લૂટુથ હેડફોનનો ઓર્ડર આપ્યો હતો. સમયસર ડિલિવર ન થતા તેમણે ઇન્ટરનેટ પર કંપનીનો કસ્ટમર કેર નંબર મેળવીને ફોન કર્યો પરંતુ કોઇએ ફોન ઉપાડ્યો નહીં.
થોડાક સમય બાદ તેમને એક ફોન આવ્યો જેમાં આરોપીએ પોતાને કંપનીનો કર્મચારીનો કહ્યો હતો. તેણે કહ્યુ કે, જો તેઓ સામાનની ડિલિવરી ઇન્છે છે તો તેમના એકાઉન્ટમાં એક રૂપિયા ટ્રાન્સફર કરવા પડશે. આરોપીના કહેવા પર તેમણે તેમના એકાઉન્ટમાં 1 રૂપિયો ટ્રન્સફર કર્યો. થોડાંક સમય બાદ તેમના એકાઉન્ટમાંથી લગભગ 50 હજાર 698 રૂપિયા બારોબાર ઉપડી ગયા. હવે આરોપ ફોન ઉપાડી રહ્યો નથી.
એટીએમનની ગોપનિય માહિતી મેળવી
તો સેક્ટર-15માં રહેતા રાજેન્દ્ર પ્રસાદે કહ્યુ કે, વિતેલા દિવસોમાં તેમણે એક વ્યક્તિને ઇ-વોલેટ મારફતે 300 રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જ્યારે એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર ન થતા તેમણે ગુગલ મારફતે કસ્ટમર કેર કર્મચારીનો નંબર મેળવ્યો. તે નંબર પર તેમણે ફોન કર્યો. આ દરમિયાન આરોપીએ તેમના એટીએમની ગોપનિય માહિતી મેળવી લીધી.
થોડાક સમય બાદ તેમના એકાઉન્ટમાંથી પાંચ વખતમાં 25 હજાર 552 રૂપિયા બારોબાર ઉપડી ગયા. સેક્ટર-20 પોલીસનું કહેવુ છે કે બંને પીડિતોની ફરિયાદના આધારે કેસ નોંધ્યો છે. હવે તેમાં તપાસ કરવામાં આવશે.
જો તમે ઓનલાઇન શોપિંગ કે મની ટ્રાન્સફર કરતા હોવ તો તે સંબંધિત ફરિયાદો તેની એપ ઉપર જઇને જ કરવાનુ રાખો. તેની એપ ઉપર જણાવેલ કસ્ટમર કેર નંબર કે ઇ-મેલ પર જ પોતાની ફરિયાદ કરો.