મુંબઇઃ કાર કંપનીઓ બાદ હવે ટુ-વ્હિલર કંપની દ્વારા પણ તેમના વાહનોની કિંમત વધારવાની જાહેરાત કરવામાં આવી છે. હવે અગ્રણી ટુ-વ્હિલર કંપની હીરો મોટોકોર્પે કહ્યુ કે, 1લી જાન્યુઆરી 2021થી પોતાના વાહનોની કિંમતો 1500 રૂપિયા સુધી વધારવાની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યુ કે, ઉત્પાદન ખર્ચ વધવાને કારણે આ નિર્ણય લેવાયો છે.
કંપનીએ એક નિવેદનમાં કહયુ કે, વિવિધ કોમોડિટી સ્ટીલ, એલ્યુમિનિયમ, પ્લાસ્ટિક અને અન્ય ધાતુઓના ભાવ સતત વધી રહ્યા છે. કોમોડિટીના ભાવમાં વધારાની અસરને આંશિક રીતે ઓછી કરવા માટે અમે એક જાન્યુઆરી 2021થી પોતાના વાહનોની કિંમતો 1500 રૂપિયા સુધી વધારવા જઇ રહ્યા છે. ડીલરોને વિવિધ મોડલોની કિંમતોમાં વધારાની માહિતી ટુંક સમયમાં આપવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે, આજે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા દ્વારા અને તેની પૂર્વે મારુતિ સુઝુકી, ફોર્ડ ઇન્ડિયા સહિત ઘણી ઓટો કંપનીઓએ જાન્યુઆરી 2021થી પોતાના વાહનોની કિંમતો વધારવાની જાહેરાત કરી છે.