મુંબઇઃ લિકર કિંગ તરીકે કુખ્યાત ભાગેડુ અને લોન ડિફોલ્ટર વિજય માલ્યાની મુશ્કેલી દિવસેને દિવસે ખરાબ થઇ રહી છે. વિજય માલ્યા પાસેથી બાકી લોનની વસૂલાત માટે બેન્કો હવે તેની કંપનીના શેર પોતાના કબજામાં લઇ રહી છે.
પ્રાપ્ત માહિતી મુજબ વિજય માલ્યાની કંપની યુનાઇટેડ બ્રુઅરીઝના 5600 કરોડ રૂપિયાની મૂલ્યના ઇક્વિટી શેર ડેટ રિકવરી ટ્રિબ્યુનલના રિકવરી એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ યુનાઇટેડ બ્રુઅરીઝ લિમિટેડ (યુબીએલ)ના 5600 કરોડ રૂપિયાની મૂલ્યના 4.13 કરોડ શેર ડેટ રિકવરી ટ્રિબ્યુનલ (ડીઆરટી)ના રિકવરી ઓફિસરના ડિમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા છે. ભાગેડુ અને લોન ડિફોલ્ટર વિજય માલ્યની કંપનીએ આજે આ માહિતી આપી છે.
સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ કંપનીએ કહ્યુ કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ મુંબઇના ડિરેક્ટરે 4,27,04,758 માંથી 4,13,15,690 ઇક્વિટી શેર રિકવરી ઓફિસરના ડીમેટ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જે કંપનીની 15.63 ટકા ઇક્વિટી શેર કેપિટલ બરાબર છે. અગાઉ આ ઇક્વિટી શેર પ્રમોટર ગ્રૂપની કંપની પાસે હતા. તેની પૂર્વે યુનાઇટેડ બ્રુઅરીઝે માર્ચ 2019માં સ્ટોક એક્સચેન્જમ હિતી આપી હતી કે બેંગ્લોરમાં ડીઆરટી એ 1025 કરોડ રૂપિયાની મૂલ્યની 2.80 ટકા હિસ્સે પોતાની પાસે ટ્રાન્સફર કરી દીધી હતી. નેધરલેન્ડની આ બ્રુઅરીઝ કંપની હેન્કેની યુનાઇટેડ બ્રુઅરીઝમાં 46.69 ટકા હિસ્સેદારી છે.
સ્ટોક એક્સચેન્જ બીએસઇખાતે યુનાઇટેડ બ્રુઅરીઝના શેરનો ભાવ 1359 રૂપિયા પ્રતિ શેર છે. આ હિસાબે 4,13,15,690 કરોડ ઇક્વિટી શેરની વેલ્યૂએશન 5,615 કરોડ રૂપિયા થાય છે. 31 માર્ચ, 2021 સુધી ભાગેડુ વિજયમાલ્યની પાસે યુનાઇટેડ બ્રુઅરીઝની 8.08 ટકા હિસ્સેદારી હતી.