કેન્દ્રીય કર્મચારીઓ માટે એક ખુશીના સમાચાર આવ્યા છે. અત્યાર સુધી જે કેન્દ્રીય કર્મચારીઓએ પોતાનુ લીવ ટ્રાવેલ કન્સેશન (LTC Special Cash Package) નથી કર્યુ તેમને મોદી સરકાર ક્લેઇમ કરવા માટે વધુ એક તક આપી રહી છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા સ્પષ્ટીકરણ અનુસાર તમામ વિભાગ અને મંત્રાલયને નિર્દેશ આપ્યા છે કે એટીસી સેટલમેન્ટ સંબંધિત ક્લેઇમ અંગે 31 મે, 2021ને આગળ પણ વિચારણા કરવામાં આવે. ખરેખર, સરકારની આ મુક્તિનો હેતુ એ હતો કે કેન્દ્રીય કર્મચારી, જે કોરોનાવાયરસ ચેપને કારણે બિલ જમા કરીને દાવો કરી શકતા નથી, તેઓ હવે બિલ જમા કરીને દાવો કરી શકે છે.
કેન્દ્રીય કર્મચારીઓ માટે એલટીસી નો ક્લેમ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2021 હતી. જો કે, નિયમો હળવા કર્યા પછી પણ તમે તમારા જૂના બીલો જમા કરીને એલટીસી છૂટનો લાભ લઈ શકો છો. પરંતુ આમાં બીલ ફક્ત 31 માર્ચ 2021 સુધી હોવા જોઈએ.
સરકારે અગાઉ તેની અંતિમ તારીખ 31 મે, 2021 નક્કી કરી હતી, પરંતુ હવે તે લંબાવાનો નિર્ણય કરી શકે છે. જોકે હજી સુધી કોઈ અંતિમ તારીખ નક્કી કરવામાં આવી નથી, પરંતુ કેન્દ્રીય કર્મચારીઓ 31 માર્ચ 2021 સુધીના બિલ સબમિટ કરીને તેનો લાભ લઈ શકે છે. કેન્દ્ર સરકારે ગયા વર્ષે આ યોજના શરૂ કરી હતી. કર્મચારીઓને દર 4 વર્ષે બે વાર એલટીસીનો લાભ મળે છે. આમાં તમે પરિવાર સાથે ફરવા જઈ શકો છો અને તેની ટિકિટનો દાવો કરી શકો છો.