SBI એ પોતાના ગ્રાહકો માટે ચેતવણી જારી કરી છે. એક ટ્વિટ મારફતે બેન્કે લોકોને ચૂનો લગાવવાની એક મોડસ ઓપરેન્ડીનો ઉલ્લેખ કર્યો છે જેમાં લોકો સ્કેમરની ચાલમાં ફસાઇ પોતાનું એકાઉન્ટ ખાલી કરવા બેસે છે.
જો કોઇ વ્યક્તિનું SBIમાં બેન્ક એકાઉન્ટ હતુ અને તેની મૃત્યુ થઇ જાય તો ડેથ ક્લેઇમ ફાઇલ કરતા પહેલા તેના પરિવારજનોએ બે બાબતોનું ધ્યાન રાખવુ જોઇએ. સૌથી પહેલી વાત એ કે શું SBIમાં એકાઉન્ટ જોઇન્ટ એકાઉન્ટ છે કે સિંગલ હોલ્ડિંગ એકાઉન્ટ હતુ. બીજી વાત એ છે કે શું SBIના બેન્ક એકાઉન્ટમાં નોમિની એટલે કે વારસદારના નામનો ઉલ્લેખ છે કે નહીં.
જો કોઇ SBI ખાતાધારકનું મોત થઇ જાય તો ત્યારબાદ તેના પરિવારજનો બેન્ક એકાઉન્ટમાં રહેલી રકમ પર પોતાનો દાવો કરી શકે છે.
ખાતાધારકની મોત થયા બાદ નોમિની બેન્કમાં ક્લેઇમ ફાઇલ કરી શકે છે. તેની માટે એક ક્લેઇમ ફોર્મ ભરવુ પડે છે જે બેન્કની બ્રાન્ચમાં મળે છે. ક્લેઇમ ફોર્મ ભર્યા બાદ નોમિનીને તેના પર એક ફોટો ચોંટાડી તેની સાથે ઓરિજનલ પાસબુક એકાઉન્ટનો ટીડીઆર, ચેકબુક, એટીએમ કાર્ડ અને મૃતકનું ડેથ સર્ટિફિકેટ, નોમિનેશનની રસીદ, નોમિનીનો ઓળખકાર્ડ સાથે જોડવાના હોય છે.
જો SBIનું એકાઉન્ટ જોઇન્ટ એકાઉન્ટ હોય અને તેમાં સર્વાઇવરશિપ ક્લોઝ નથી તેની સથે સાથે જ એકાઉન્ટમાં કોઇ નોમિનીનું નામ પણ રજિસ્ટર્ડ નથી ત્યારે આ ખાતામાંથી રકમ ઉપાડવી બહુ સરળ છે. જોઇન્ટ એકાઉન્ટના કિસ્સામાં બીજી વ્યક્તિને એક રિટન એપ્લિકેશન આપીને SBIને તે જણાવવું પડે છે કે સાથેના ખાતાધારકની મૃત્યુ થઇ ગઇ છે. તેની સાથે જે મૃતકનું ડેથ સર્ટિફિકેટ જમા કરાવવુ પડે છે. ત્યારબાદ બેન્ક તમને એક અલગ એકાઉન્ટ ઓપન કરવા જણાવશે અને તે રકમ આ નવા એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે.
જો નોમિની હોય તો…
જો SBIના ખાતામાં નોમિનીનું નામ રજિસ્ટર્ડ છે, તો ખાતાધારકની મૃત્યુ બાદ એકાઉન્ટમાં નાણાં ઉપાડવા બહુ સરળ રહે છે. ખાતાધારકની મૃત્યુ બાદ નોમિનીજ SBIના ખાતામાં રહેલા નાણાનો કસ્ટોડિયન માનવામાં આવે છે. નોમિની હકિકતમાં મૃતક બાદ SBIના આ એકાઉન્ટમાંથી રકમ કાઢીને ખાતાધારકાનો કાયદાસર વારસદાર બને છે.
જો નોમિની ન હોય તો…
જો બેન્ક એકાઉન્ટમાં નોમિનીનો ઉલ્લેખ નથી અને તે સિંગલ એકાઉન્ટ છે તો બેન્ક મૃતકના કાયદાસરના વારસદારના ખાતામાં મૃતકના એકાઉન્ટમાં રહેલી રકમ જમા કરી શકે છે. બેન્કની વેબસાઇટ મુજબ તેમાં મૃતકના ઉત્તરાધિકારીએ એક એફિડેવિટ આપવાની હોય છે. જો મૃતકના કાયદાકીય વારસદારોની વચ્ચે કોઇ વિવાદ નથી અને મૃતકના તમામ કાયદાકીય વારસદાર બેન્કમાં જઇને એફિડેવિટ આપે તો કાયદેસરના ઉત્તરાધિકારીને આ રકમ મળી શકે છે.