ન્યુયોર્કઃ કોરોનાના સંક્રમણથી બચવામાં માસ્ક કેટલુ અસરકારક છે તે અંગે ઘણા સંશોધનો થઇ ચૂક્યા છે. કઇ વસ્તુનો બનેલો માસ્ક સૌથી વધુ અસરકારક છે તે અંગે વૈજ્ઞાનિકોનો વધુ એક રિપોર્ટ સામે આવ્યો છે. નવા સંશોધન મુજબ વૈજ્ઞાનિકોએ કોરોના સંક્રમણથી બચવા માટે માસ્કમાં કરાયેલા ફેરફારો અને તેની અસરકારકનું મૂલ્યાંકન કર્યુ છે.
હકીકતમાં કોરોના મહામારી દરમિયાન વાયરસથી બચવા ચહેરો ઢાંકવાના તમામ ઉપકરણો અને માસ્ક બજારમાં દેખાઇ રહ્યાછે. એવો દાવો કરવામાં આવે છે કે આ વસ્તુઓ પરંપરાગત માસ્કની તુલનાએ કોરોના સંક્રમણથી વધુ અસરકારક રીતે બચાવે છે. અલબત્ત વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, માસ્ક કે ચેહરાને ઢાંકતા અન્ય ઉપકરણોની અસરકારકતાને લઇને તમામ સંશોધન થયા છે. નવા સંશોધનોમાં વૈજ્ઞાનિકોએ માસ્કની ઉપયોગિતાનું મૂલ્યાંકન વાયરસથી સંપર્કમાં આવવાના આધારે કર્યુ છે.
વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે સર્જિકલ માસ્ક હવામાં રહેલા વાયરસથી માણસોને બચાવવામાં 38.5 ટકા સુધી અસરકારક છે પરંતુ એવુ ત્યારે શક્ય છે જ્યારે તેને કાન પર ખાસ રીતે અને એક ફિટ બાંધવામાં આવે. જ તેને યોગ્ય રીતે પહેરવામાં આવે તો તેની ક્ષમતા વધી જાય છે અને તે લગભગ 60.3 ટકા સુધી સંક્રમણથી બચાવી શકે છે.
વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ જ્યારે સર્જિકલ માસ્કને નાયલોનના લેયર જોડીને તૈયાર કરવામાં આવે છે ત્યારે તેની અસરકારકતા 80 ટકા સુધી વધી જાય છે.
આ સંશોધકોની ટીમમાં અમેરિકા સ્થિત યુનિવર્સિટી ઓફ નોર્થ કેરોલિન (યુએનસી) સાથે સંલગ્ન સ્કૂલ ઓફ મેડિસીનના વૈજ્ઞાનિકો પર શામેલ છે. આ રિસર્ચ પેપરના સહલેખક અને વૈજ્ઞાનિક ઇમિલી સિકબર્ટ બેનેટે કહ્યુ કે, બહાર ફરતા સમયે કે કોઇના સંપર્ક દરમિયાન વાયરસનું પ્રમાણ ઘટાડવુ અત્યંત જરૂરી છે. જો તમે વધારે વાયરસના સંપર્કમાં આવતા હોય તો તમે બિમાર પડવાનું જોખમ વધારે રહે છે. એટલે કે માસ્ક વાયરસથી ત્યારે જ તમારી સુરક્ષા કરશે જ્યારે તેને યોગ્ય રીતે પહેરવામાં આવે.
વૈજ્ઞાનિકોના સંશોધન મુજબ સતુરાઉ કાપડથી બનેલા માસ્ક માત્ર 49ટકા અસરકારક છે જ્યારે એન-95 માસ્ક વાયરસથી 95 ટકા તમને બચાવે છે. અલબત્ત વૈજ્ઞાનિકોએ એવુ પણ કહ્યુ કે, જો માસ્કને નાકની પાસે દબાવવાની ક્લિપ સાથે ઉપયોગમાં લેવાય તો તે માસ્ક વધુ અસરકારક રીતે કામ કરશે.