કોરોના મહામારીનો સૌથી વધુ માર એરલાઇન્સ સેક્ટરને થયો. લોકડાઉન અને અવરજવર પર પ્રતિબંધથી વિમાન કંપનીઓની આવક ઘટી ગઇ છે. જો કે હાલ સરકારે નિયમો હળવા કરતા વિમાન કંપનીઓ પણ મુસાફરોને આકર્ષવા નવીન ઓફર લાવી રહી છે. તાજેતરમાં સ્પાઇસ જેટ કંપનીએ જેમને અગાઉ કોરોના વાયરસનું સંક્રમણ થયુ છે તેવા મુસાફરો માટે ઓફર લાવી છે.
આ ઓફર કોવિડ-19થી સંક્રમિત થનાર લોકો માટે શરૂ કરવામાં આવી છે, જે લોકોએ સ્પાઇસજેટની ફ્લાઇટ ટિકિટ બુક કરી હતી અને યાત્રા પહેલા જો તેમનો આરટી-પીસીઆર રિપોર્ટ પોઝિટિવ આવી ગયો છે. હવે તે લોકો આ ઓફરનો લાભ લઇ શકે છે અને નિશ્વિત તારીખ ઉપરાંત કોઇ અન્ય દિવસે કોઇ ચાર્જ વિના ટિકિટ બુક કરાવી શકે છે. તેના માટે તમારે કોઇ ફીસ ચુકવવાની નથી અને તમે ટિકિટને રીશિડ્યુલ કરી શકો છો. તમે 15 જુલાઇ 2021 સુધી આ ઓફરનો લાભ લઇ શકો છો.
આ ઓફર ફક્ત ડોમેસ્ટિક ટિકિટના યાત્રીઓ માટે જ છે. આ ઓફરનો લાભ એક જ વાર લઇ શકાશે. જો કે તે બાદ ભાડામાં થતા બદલાવની ચુકવણી યાત્રીએ કરવી પડશે. સાથે જ પીએનઆરથી અનેક ટિકિટ બુક હશે તો ફક્ત પોઝિટિવ વ્યક્તિ માટે જ આ ઓફરનો લાભ લઇ શકાશે. આ ઓફરનો લાભ લેવા માટે ગ્રાહકોને [email protected] પર મેલ કરવાનો રહેશે. તે બાદ યાત્રીએ પોતાના તમામ ડોક્યુમેન્ટ સબમિટ કરવાના રહેશે.