નવી દિલ્હીઃ ભારતમાં હવે કોરોના મહામારીની ત્રીજી લહેરના સંકેત મળ્યા લાગ્યા છે. આજે કેન્દ્ર સરકારે નિર્દેશ આપ્યો કે પાછલા કેટલાંક સપ્તાહમાં 10 ટકાથી વધારે કોરોના પોઝિટિવિટી રેટ નોંધાયો છે તેવા જિલ્લામાં અવરજવર અને ભીડ થતી રોકવા માટે કડક પ્રતિબંધો અને લોકડાઉન લાદવા અંગે વિચારણા કરવાની જરૂર છે. કેન્દ્ર સરકારે આ વાત તે 10 રાજ્યોને કહી છે ત્યારે કોરોના સંક્રમણના કેસો ફરી ઝડપી વધી રહ્યા છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે, 46 જિલ્લાઓમાં 10 ટકાથી વધારે કોરોના પોઝિટિવિટી રેટ નોંધાયો છે, જ્યારે અન્ય 53 જિલ્લામાંથી પાંચથી 10 ટકાની વચ્ચે સંક્રમણ રેટ જોવા મળ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્યોને કોરોના સંક્રમણને ફેલાતો રોકવા માટે મોટા પ્રમાણમાં ટેસ્ટિંગ કરવાનો નિર્દેશ આપ્યો છે.
આરોગ્ય મંત્રાલયે કહ્યુ કે, હાલની પરિસ્થિતિમાં કોઇ પણ પ્રકારની છુટછાટ આ જિલ્લામાં સ્થિતિને વધારે બગાડી શકે છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, ઓરિસ્સા, અસમ, મિઝોરમ, મેંઘાલય, આંધ્રપ્રદેશ અને મણિપુરમાં કોરોના મહામારીના કેસની સમિક્ષા માટે શનિવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષયતા કરી હતી.
ઉલ્લેખનિય છે કે, છેલ્લા ઘણા દિવસથી દેશમાં ભલે ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં હોય, પરંતુ કેરળ સહિતના રાજ્યોમાં વધતા કોરોનાના કેસ ચિંતાનો વિષય બન્યા છે. કેરળમાં ગત 4 દિવસથી 20 હજારથી વધુ કેસ આવી રહ્યાં છે. જે સમગ્ર દેશમાં નોંધાતા કુલ કેસના 50 ટકા જેટલા છે. કોરોનાના વધતા કેસને જોતા કેન્દ્ર સરકાર એક્શન મોડમાં છે. કેન્દ્રએ પહેલા જ કેરળમાં નિષ્ણાંતોની ટીમ મોકલી દીધી છે. જે રાજ્યમાં કોરોનાના કેસ મોનિટર કરવાની સાથે તેની પર નિયંત્રણ મેળવવાના ઉપાયો સૂચવશે.
કેન્દ્ર સકારે રાજ્યોને જણાવ્ય કે, હોસ્પિટલોમાં કોરોના-19ના દર્દીઓની અસરકારક સારવારની સુવિધાના વિવિધ પરિબળોને આવરી લેવા માટે વિસ્તૃત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિઝરને પહેલા રાજ્યોને જણાવવામાં આવશે.