નાસિકઃ કોરોના મહામારીનો ખતરો વધતાં મહારાષ્ટ્રના નાસિકમાં નોટોની છપાઈ રોકી દેવામાં આવી છે. મહારાષ્ટ્ર્માં બ્રેક ધ ચેન મુહિમ અંતર્ગત આ પગલુ ભરવામાં આવ્યુ છે. આ નોટોનું છાપકામ 30 એપ્રિલ સુધી બંધ કરવામાં આવ્યુ છે.
નાસિક પ્રેસમાં નોટોનું છાપકામ બંધ
નાસિકની કરેંસી સિક્યોરિટી પ્રેસ અને ઈન્ડિયા સિક્યોરિટી પ્રેસમાં 30 એપ્રિલ સુધી કામ બંધ કરી દેવામાં આવ્યુ છે. આ બંને પ્રેસમાં ફક્ત જરૂરી સેવાઓ સાથે જોડાયેલા કર્મચારીઓ જ કામ કરશે. જેમ કે, ફાયર બ્રિગેડ, પાણીની સપ્લાઈ કરનારા અને મેડિકલ સેવા સાથે જોડાયેલા કર્મચારીઓ જ પોતાની શિફ્ટમાં આવીને કામ કરશે.
આ દરમિયાન નોટોના છાપકામ સાથે જોડાયેલા લોકો આવશે નહીં, એટલા માટે નોટોની છપાઈ સંપૂર્ણપણે બંધ રહેશે. આપને જણાવી દઈએ કે, ભારતમાં સર્કુલેટ થતી લગભગ 40 ટકા નોટ નાસિકના કરેંસી પ્રેસમાં છપાય છે. આ બંને કંપનીમાં લગભગ 3000 જેટલા કર્મચારીઓ કામ કરે છે. આ કર્મચારીઓ અને તેના પરિજનોની સુરક્ષાને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ગત વર્ષે કોરોના મહામારીના કારણે કરેન્સી પ્રેસ નોટમાં થોડાક દિવસ માટે છાપકામ બંધ કરી દેવામાં આવ્યુ હતું. ગત વર્ષે નાસિક પ્રેસને અમુક દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યુ હતું. કારણ કે, 40 ટકા સ્ટાફ કોરોનાથી સંક્રમિત થયો હતો. કરેંન્સી નોટ પ્રેસ, નાસિકમાં હાઈ ક્વોલિટી નોટ છાપે છે.
સરકારે ગત વર્ષે જ્યારે નોટોની છપાઈ બંધ કરી હતી, ત્યારે લોકોને અપીલ કરી હતી કે, તે કૈશની જગ્યાએ ડિજીટલ લેવડદેવડ પર વધારે ફોક્સ કરે. હકીકતમાં નોટોથી વાયરસ ફેલાવાનો ખતરો વધારે છે. કારણ કે અમુક લોકો નોટ ગણતી વખતે થૂંકનો ઉપયોગ કરતા હોય છે. જે અત્યંત ખતરનાક સાબિત થઈ શકે છે. એટલા માટે સારુ રહેશે કે, નોટોની જગ્યાએ ડિજીટલ લેવડદેવડ અપનાવો.