કોરોના ની સ્થિતિ દયાને લઈ સરકારે NPR ને અપડેટ કરવાનું હાલ મુલતવી રાખી દીધું છે ,નેશનલ પોપ્યુલેશન રજીસ્ટર જે કેટલાક રાજ્યો માં પહેલી એપ્રિલ થી શરૂ થનાર હતું જે કામગીરી હાલ કોરોના સ્થિતિ જોતા અટકાવી દેવાયું છે અને આગળ ના આદેશ સુધી અટકાવવા ગૃહ વિભાગે જણાવ્યું છે ,નેશનલ પોપ્યુલેશન રજીસ્ટરમાં ત્રણ તબક્કામાં પ્રક્રિયા હાથ ધરાનાર હતી જેમાં પહેલા તબક્કો એક એપ્રિલ 2020થી 30 સપ્ટેમ્બર 2020 સુધી . જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના કર્મચારીઓ ઘરે ઘરે જઈને આંકડા એકત્ર કરનાર હતા. બીજો તબક્કો 9 ફેબ્રૂઆરીથી 20 ફેબ્રુઆરી 2021 વચ્ચે પૂર્ણ થવાની ગણતરી હતી. જ્યારે ત્રીજા તબક્કામાં સંશોધન પ્રક્રિયા એકથી પાંચ માર્ચ વચ્ચે થનાર હતી
આઝાદી બાદ વર્ષ 1951માં પહેલી મત ગણતરી થઈ હતી. દર 10 વર્ષે થતી મતગણતરી અત્યાર સુધી સાત વખત થઈ છે. હાલ 2011ની મત ગણતરીના આંડા છે.ને 2021ની મત ગણતરીનું કામ ચાલુ છે. બાયોમેટ્રી ડેટામાં નાગરિકના અંગુઠાનુ નિશાન અને અન્ય માહિતી પણ સામેલ કરવામાં આવનાર હતી.
જોકે , હાલ માં કોરોનો ઇફેક્ટ ને લઈ સરકારે આ કાર્ય આચોક્ક્સ મુદ્દત માટે પડતું મૂક્યું છે
