નવી દિલ્હીઃ રશિયા સોવરિન વેલ્થ મેનેજમેન્ટ ફંડ ધી રશિયન ડિરેક્ટર ઇન્વેસ્ટમેન્ટ ફંડ (RDIF) અને ભારતની એક જેનરિક ફાર્માસ્યુટિકલ કંપની હેરેટો એ એક કરાર કર્યા છે. આ કરાર હેઠળ કોરોના વાયરસી વેક્સીન સ્પુટિનક-વી (Sputnik-V)ના 10 કરોડ થી વધારે ડોઝ દર વર્ષે ભારતમાં બનાવશે. બંને પાર્ટીઓ આગામી વર્ષે એટલે કે 2021ની શરૂઆતથી જ તેનું ઉત્પાદન કરવાની યોજના બનાવી રહી છે.
The Gamaleya Center અને RDIFએ 24 નવેમ્બર જ ઘોષણા કરી હતી કે, 40 હજાર વોલિયન્ટર્સ પર કરાયેલા ત્રીજા તબક્કાના ક્લિનિકલ પરિક્ષણના પરિણામ આવ્યા છે. આ ટ્રાયલમાં એક વાર ફરી Sputnik-V વેક્સીને સારા પરિણામો દર્શાવ્યા છે. નોંધનિય છે કે, Sputnik-V એ દુનિયાની પ્રથમ કોરોના વેક્સીન છે, તેના પરિણામમાં 9.14 ટકા અસરકારકતા દર જોવા મળ્યો છે.
Sputnik-V વેક્સીનની માટે હાલ દુનિયા ભરના લગભગ 50 દેશોમાંથી 1.2 અબજ થી પણ વધારે ડોઝના ઓર્ડર આવી ચૂક્યા છે. દુનિયાભરમાં વેક્સીનની સપ્લાય માટે RDIF એ પાર્ટનરો તરફથી કોરોના વેક્સીનનું પ્રોડક્શન ભારત, બ્રાઝિલ, ચીન, દક્ષિણ કોરિયા અન્ય અન્ય દેશોમાં કરાશે.
Hetero Labs Limitedના ઇન્ટરનેશનલ માર્કેટિંગના ડિરેક્ટર બી. મુરલી કૃષ્ણા રેડ્ડીએ કહ્યુ કે, RDIFની સાથે મળીને કોરોના વાયરસની વેક્સીનનું ઉત્પાદન કરવાની તક મળી તેનાથી તેઓ ખુશ છે. તેમણે કહ્યુ કે જો વેક્સીનનું મેન્યુફેક્ચરિંગ ભારતમાં થશે તો તેનાથી કોરોના વાયરસના દર્દીઓ સુધી આ વેક્સીન પહોંચાડવી સરળ બનશે. આ કરાર કોરોના વાયરસ સામે લડવાની પ્રતિબદ્ધાને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલુ છે.