ભારતીય શેરબજાર હાલ દરરોજ નવી ઐતિહાસિક ટોચે પહોંચી રહ્યુ છે ત્યારે રોકાણકારો નવા શેરમાં રોકાણ કરવા અંગે વિચારી રહ્યા છે. વિદેશી બ્રોકરેજ ફર્મ Macquarieનું કહેવુ છે, ચીનને બાદ કરતા ભારત ઇમર્જિંગ માર્કેટમાં સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે. બ્રોકરેજે એવા કેટલાક સ્ટોકની યાદી કરી છે જે આગામી એક વર્ષમાં 100થી 150 ટકા સુધીનું રિટર્ન આપી શકે છે. ચાલો જાણીયે…
ભારતી એરટેલઃ 690 રૂપિયાનો ટાર્ગેટ, 37 ટકાની તેજી
Macquarieનું કહેવુ છે કે આ સ્ટોક મેમાં પીક પર પહોંચ્યો હતો પરંતુ ત્યારબાદ એમએસસીઆઇ વેઇટેજમાં ઘટાડો અને એઆરપીયુને લઇને થયેલ ચિંતાથી તેમાં ઘટાડો આવ્યો. હાલ તેની એઆરપીયુ પહેલાથી જ 50 ટકા રિકવર થઇ ચૂકી છે. હાલ તેનો ભાવ 157 રૂપિયા છે અને નાણાંકીય વર્ષ 2023 સુધી તે 190 રૂપિયાના સ્તરે પહોંચવાની ધારણા છે. કંપનીના આફ્રિકન બિઝનેસમાં પણ વાર્ષિક 6 ટકાના દરે વૃદ્ધિની અપેક્ષા છે. આ સાથે જ એબિટા માર્જિન પણ વર્ષ 2023 સુધી 25 ટકા પહોંચવાની અપેક્ષા છે.
ઇન્ફોસિસઃ ટાર્ગેટ 1410 રૂપિયા, 20 ટકાની તેજી
બ્રોકરેજ ફર્મના મતે ઇન્ફોસિસ લાર્જકેપ આઇટી કંપનીમાં બેસ્ટ છે. નાણાં વર્ષ 21-23 દરમિયાન કંપનીનો રેવન્યૂ ગ્રોથ શાનદાર રહેશે. કંપનીએ હાલમાં ઘણા ઓર્ડર મેળવ્યા છે. તેનાથી કંપની ડોલર ટર્મમાં 12.5 થી 13.6 ટકાનો ગ્રોથ કરશે. કંપની મોટાભાગનું રોકાણ કરી ચૂકી છે અને હવે તેની રેવન્યૂ વધી રહી છે.
HCL ટેકઃ ટાર્ગેટ 1042 રૂપિયા, 19.7 ટકાની તેજી
Macquarieના મતે HCL Techને ક્લાઉડ ટ્રાન્સફોર્મેશન પર ખર્ચથી ઘણો ફાયદો થશે. તેના લીધે દુનિયાભરમાં કંપનીઓ બચત અને નવી ટેકનોલોજી અપનાવવા જોર કરી રહ્યા છે. આઇટી ક્ષેત્રની બીજી કંપનીઓની વિરુદ્ધ HCL ટેકએ લોન લીનિયર સોફ્ટવેર અને પ્રોડ્કટ્સ બિઝનેસમાં જંગી રોકાણ કર્યુ છે. આ કારણે આગામી દિવસોમાં કંપનીને તેનો ફાયદો મળશે.
L&T: ટાર્ગેટ 1370 રૂપિયા, 16 ટકા તેજી
એન્જિનિયરિંગ સેક્ટરની કંપની એલએન્ડટીની સ્ટ્રોંગ ઓર્ડર બુક અને રેવન્યૂ છે. આગામી 12થી 18 મહિનામાં કંપનીન પાસે 6 લાખ કરોડ રૂપિયાના ટેન્ડર છે. કેપિટલ એલોટમેન્ટમાં સુધારો થઇ રહ્યો છે.
પાછલા 5 વર્ષમાં કંપનીને 13,000 કરોડ રૂપિયાની ઇક્વિટી કેપિટલ રિલીઝ કરી છે. આગામી 2-3 વર્ષમાં વધુ 5000 કરોડ રૂપિયાની ઇક્વિટી કેપિટલ રિલિઝી થઇ શકે છે.
HDFC સ્ટાન્ડર્ડ લાઇફઃ ટાર્ગેટ 849 રૂપિયા, 30 ટકા તેજી
HDFC Life એ બેલેન્સ પ્રોડક્ટ મિક્સની સાથે સતત પ્રોડક્ટ ઇનોવેશનથી ઘણા વર્ષોથી પોતાની ઉપયોગિતા સાબિત કરી છે. નાણાં વર્ષ 20-23ની વચ્ચે કંપનીનું શાનદાર પ્રદર્શન રહેવાની અપેક્ષા છે. કંપનીની દેશભરમાં 420 બ્રાન્ચો અને 1,06,000 એજન્ટ છે અને દેશના ખુણા-ખુણામાં ફેલાયેલા છે.