મુંબઇઃ ભારત સહિત વિશ્વના અન્ય દેશોમાં જેમ-જેમ કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે તેમ તેમ સોના-ચાંદી ફરી મોંઘા થઇ રહ્યા છે અને ભાવ નીચા સ્તરે વધી રહ્યા છે. આજે અમદાવાદના ઝવેરી બજારમાં સોનાની કિંમત 100 રૂપિયા સુધરીને ફરી 47,000 રૂપિયાને પાર 47,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો ચાંદીમાં પણ આજે 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો અને પ્રતિ એક કિગ્રાની કિંમત 66,700 રૂપિયા થઇ હતી.
તો દિલ્હીના ઝવેરી બજારમાં સોનાની કિંમત 82 રૂપિયા સુધરીને 45,049 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઇ હતી. તો ચાંદીની કિંમતમાં 62 રૂપિયાનો સુધારો થયો અને પ્રતિ એક કિગ્રાનો ભાવ 64650 રૂપિયા થયો હતો.
બુલિયન બજારના જાણકારોનું કહેવુ છે કે, કોરોના મહામારીના વધી રહેલા સંક્રમણની ચિંતા અને અમેરિકન ડોલર નબળો પડવાથી કિંમતી ધાતુઓના ભાવને ટેકો મળી રહ્યો છે. આજે વૈશ્વિક બજારમાં સોનાની કિંમત વધીને 1733 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી. તો ચાંદીની કિંમત પણ વધીને 24.97 ડોલર પ્રતિ ટ્રોય ઔંસ થઇ હતી.