મુંબઇઃ RBIએ વધુ એક બેંકનું લાઇસન્સ રદ કરતા પહેલા કારણ દર્શાવો નોટિસ ફટકારી છે. છેતરપિંડીનો શિકાર બનેલી આ બેંકનું નામ ‘સંબંધ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડ’ છે. ફ્રોડ પછી આ બેંકની નેટવર્થ RBI દ્વારા નક્કી કરેલી લિમિટથી પણ ઓછી થઇ ગઇ છે. સંબંધ ફિનસર્વને RBIએ કારણ દર્શાવો નોટિસ ફટકારી પૂછ્યું છે કે તેમનું લાઇસન્સ કેમ રદ ના કરવામાં આવે. બેંકની નેટવર્થમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે સંબંધ ફિનસર્વ બેંકના લાઇસન્સ કેન્સલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી છે..
સંબંધ ફિનસર્વ મેનેજિંગ ડિરેક્ટર અને મુખ્ય કાર્યકારી અધિકારી દીપક કિડોને જ આ છેતરપિંડીનો મુખ્ય આરોપી માનવામાં આવી રહ્યો છે. દિપક કિડોની ચેન્નઈ પોલીસના આર્થિક ગુના વિંગે ધરપકડ પણ કરી છે.
માર્ચ 2020 સંબંધ ફિનસર્વ પ્રાઇવેટ લિમિટેડે 461 કરોડ રૂપિયાની એસેટ અંડર મેનેજમેન્ટ અંગે જાણકારી આપી. SFPLને આ દરમિયાન 5.22 કરોડ રૂપિયાનો નફો પણ થયો. તેનું કુલ એટવાયેલું દેવું અંદાજે 0.67 ટકા છે.
કંપનીના મેનેજમેન્ટના અમુક લોકોએ જે પત્ર મોકલ્યો છે, તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ટોપ મેનેજમેન્ટના કેટલાક અધિકારી ખોટા લોન અકાઉન્ટ બનાવતા હતા. આ બધુ બેંકના એમડી અને સીઈઓ દીપક કીડો અને ક્રેડિટ હેડની નજર સમક્ષ થતું હતું.
પત્રમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન સમયમાં બેંકના એસેટ અંડર મેનેજમેન્ટ પોર્ટફોલિયો 140 કરોડ રૂપિયા છે. ગત વર્ષે 30 સપ્ટેમ્બર સુધી કંપની તરફથી AUM 391 કરોડ રૂપિયા દર્શાવી છે. આ પ્રકારે તેમાં અંદાજે 251 કરોડ રૂપિયાનું અંતર છે.