નવી દિલ્હીઃ ડિજિટલ પેમેન્ટ અને ફાઇનાન્સ સર્વિસ કંપની પેટીએમની વિચારણા 16600 કરોડ રૂપિયાનો આઇપીઓ ઓક્ટોબર સુધી લાવવાની છે. સુત્રોએ જણાવ્યુ કે, કંપની પોતાનો આઇપીઓ જલ્દીથી જલદી લાવવા ઇચ્છે છે.
કંપનીએ ભારતીય શેરબજાર નિયામક સેબીની પાસે આઇપીઓ માટે દસ્તાવેજો 15 જુલાઇ સુધી જમા કર્યા છે. કંપનીને અપેક્ષા છે કે તે અંગે નિયામક તરફથીથી પ્રતિક્રિયા સપ્ટેમ્બર સુધી પ્રાપ્ત થઇ જશે. કંપનીની યોજના ત્યારબાદ જલ્દીથી જલદી આઇપીઓ લાવવાની છે.
આ ઘટનાક્રમથી માહિતગાર સુત્રોએ જણાવ્યુ કે, એવો અનુમાન છે કે સેબી દસ્તાવેજો અંગે બે મહિનામાં પ્રત્યુત્તર આપશે. એક વખત દસ્તાવેજ મળ્યા બાદ પેટીએમ આઇપીઓ માટે અરજી કરશે.
સુત્રોએ જણાવ્યુ કે, આ પ્રક્રિયા નિયામકીય મંજૂરીઓ પર નિર્ભર છે. જો તે નિર્ધારિત સમયસીયા મુજબ ચાલશે તો પેટીએમનો આઇપીઓ ઓક્ટોબર સુધી આવી શકે છે.
ઉલ્લેખનિય છે કે હવે સ્ટાર્ટઅપ્સ કંપનીઓમાં પણ આઇપીઓ લાવવાનો ક્રેઝ વધ્યો છે તાજેતરમા જ ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના આઇપીઓને રોકાણકારો તરફથી બહોળો પ્રતિસાદ મળ્યો છે અને તેનું બમ્પર લિસ્ટિંગ થયુ છે.