નવી દિલ્હીઃ છેલ્લા અઢી મહિનામાં સતત વૃદ્ધિ બાદ હાલ પેટ્રોલ-ડીઝલમાં ભાવવધારો છ દિવસથી અટકી ગયો છે. વૈસ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થવા છતાં ભારતમાં ઇંધણની કિંમતો સળંગ છઠ્ઠા દિવસે સ્થિર રહી છે. દિલ્હીમાં શુક્રવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પંપ પર પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર યથાવત રહ્યા હતા.
સ્થાનિક બજારમાં સતત છ દિવસથી ઇંધણના ભાવ સ્થિર છે જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના બજારમાં તેજી જોવા મળી છે. ગુરુવારે ક્રૂડ ઓઇલના ભાવ 2.16 ટકા ઉછળ્યા છે. તેની પહેલા બુધવારે ક્રૂડ ઓઇલ ત્રણ ટકા ઉછળ્યુ હતુ.
શહેરનું નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 101.84 | 89.87 |
મુંબઇ | 107.83 | 97.45 |
ચેન્નઇ | 101.49 | 94.39 |
કલકત્તા | 102.08 | 93.02 |
ભોપાલ | 110.20 | 98.67 |
રાંચી | 96.68 | 94.84 |
બેંગ્લોર | 105.25 | 95.26 |
પટના | 104.25 | 95.57 |
ચંડીગઢ | 97.93 | 89.50 |
લખનઉ | 98.92 | 90.26 |
ઉલ્લેખનિય છે કે, વિતેલ માર્ચ અને એપ્રિલમાં બંગાળ સહિત રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ હોવાથી પેટ્રોલ-ડીઝલની કિંમતો સ્થિર રહી છે. જોકે ચૂંટણી પરિણામ આવ્યા બાદ 4 મે, 2021 બાદથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ વધવા લાગ્યા હતા. જે દિવસથી આજ દિન સુધીમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર દીઠ 11.52 રૂપિયા વધી ગઇ છે. આ દરમિયાન ડીઝલની કિંમત પણ 10 રૂપિયા પ્રતિ લિટર વધી ગઇ છે. નોંધનિય છે કે, હાલ સમગ્ર ભારતભરમાં ઇંધણના ભાવ ઐતિહાસિક ઉંચાઇ પર છે. જેમાં મધ્યપ્રદેશના ઘણા દેશોમાં પેટ્રોલની કિંમત 110 રૂપિયા રૂપિયા પ્રતિલિટર અને ડીઝલ પ્રતિ લિટર દીઠ 100 રૂપિયાની ઉપર વેચાઇ રહ્યુ છે.