મુંબઇઃ કોરોના સંકટકાળમાં રોજેરોજ વધતા પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચતા ભારતમાં લોકો ત્રાહિમામ પોંકારી ઉઠાયા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત 3 ટકા વધી ગઇ છે. અલબત્ત ભારતમાં છેલ્લા પાંચ દિવસથી ઇંધણના ભાવ સ્થિર રહ્યા છે. દિલ્હીમાં આજે ગુરુવારે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના પંપ પર પેટ્રોલની કિંમત 101.84 રૂપિયા અને ડીઝલની કિંમત 89.87 રૂપિયા પ્રતિ લિટર સ્થિર હતી.
ક્રૂડ ઓઇલના માર્કેટમાં ફરી ભડકો થયો હતો. ટ્રેડિગ દરમિયાન બ્રેન્ડ ક્રૂડ લગભગ ત્રણ ટકા વધી ગયો છે. હકિકતમા પરમ દિવસે અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટના ક્રૂડ ઓઇલ ઇન્વેન્ટરીના આંકડા જાહેર થયા હતા. જેમાં વિતેલ 16 જુલાઇના રોજ સમાપ્ત થયેલા સપ્તાહ દરમિયાન ત્યાં 4.079 બેરલ ક્રૂડ ઓઇલનો ડ્રો થયો. આથી ત્યાં સ્ટોરેજ કરવા માટે ક્રૂડ ઓઇલ ખરીદવામાં આવી છે. આથી વૈશ્વિક બજારમાં બપોર બાદ ક્રૂડ ઓઇલના બજારમાં 2.88 ટકાની તેજી જોવા મળી છે.
ઉલ્લેખનિય છે કે 4 મેના રોજ વિવિધ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી સમાપ્ત થયા બાદ ભારતમં ઇંધણના ભાવ સતત વધી રહ્યા છે. વિતેલા 42 દિવસમાં પેટ્રોલની કિંમત 11.52 રૂપિયા વધી છે અને હાલ મધ્યપ્રદેશમાં પ્રતિ લિટર દીઠ પેટ્રોલની કિંમત 111 રૂપિયા ને કુદાવી ગઇ છે. તેવી જ રીતે ઘણા રાજ્યોમાં ડિઝલની કિંમત પણ 100 રૂપિયા પ્રતિલિટરની ઉપર જતુ રહ્યુ છે.
શહેરના નામ | પેટ્રોલ | ડીઝલ |
દિલ્હી | 101.84 | 89.87 |
મુંબઇ | 107.83 | 97.45 |
ચેન્નઇ | 101.49 | 94.39 |
કલકત્તા | 102.08 | 93.02 |
ભોપાલ | 110.20 | 98.67 |
રાંચ | 96.68 | 94.84 |
બેંગ્લોર | 105.25 | 95.26 |
પટના | 104.25 | 95.57 |
ચંડીગઢ | 97.93 | 89.50 |
લખનઉ | 98.92 | 90.26 |