ગુજરાત પોલીસમાં લાંબા સમય પછી પોલીસ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવેશે તેમજ મોટાભાગના ઓફિસરોની મોટાપાયે બદલીઓ થવાની છે. આ પ્રમોશન અને બદલીઓ આઇપીએસ કેડરમાં જોવા મળશે. આ બદલીઓ સાતે અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા શહેરોમાં નવા પોલીસ કમિશનરની નિયુક્તિ થાય તેવી સંભાવના છે.
પોલીસ તંત્રમાં મહત્વના ફેરફાર કરતા પહેલાં સરકારે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન કમિટી (DPC) ની બેઠક કરી હતી જેમાં 1986 અને 1987 બૅચના આઇપીએસ અધિકારીઓને એડિશનલ ડીજી કક્ષાથી ડીજી કક્ષાએ પ્રમોશન આપવામાં આવી શકે છે. ગુજરાતમાં ડીજી કક્ષાના અધિકારીઓની જગ્યા ખાલી છે.
રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા આ મહિનાના અંતે નિવૃત્ત થઇ રહ્યાં છે. તમનો એક્સટેન્શન સમય પૂર્ણ થયો છે. ડીજી સુરોલિયા અને એટીએસ ચીફ પણ આ વર્ષમાં નિવૃત્ત થયેલા છે. ગમે તે સમયે બદલી અને બઢતીના ઓર્ડર એકસાથે થાય તેવી સંભાવના છે.
DG કક્ષાએ પ્રમોશન આપવા માટે 1986 બેચના કેશવ કુમાર અને વિનોદ મલના નામ સામે આવ્યા છે, જ્યારે સંજય શ્રીવાસ્તવ જે 1987 બેચના ગુજરાત કૅડરના આઇપીએસ અધિકારી છે જે હાલમાં સીઆઇડી (ક્રાઈમ)માં ઍડિશનલ ડીઆઇજી તરીકે ફરજ બજાવે છે તે અને 1987 બેચના કેકે ઓઝાનું નામ પણ સામે આવી રહ્યું છે. બીજી તરફ 1986 બેચના આઇપીએસ અધિકારી અને હાલમાં કેન્દ્રમાં પ્રતિનિયુક્તિ પર રહેલા સતીષ વર્માને પ્રમોશન મળવાની સંભાવના નથી કારણ કે એક જૂના કેસમાં તેમના પર ચાર્જશીટ થયેલું છે.
સંજય શ્રીવાસ્તવને ડીજી કક્ષાએ પ્રમોશન આપવામાં આવે તો અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે તેમનું નામ સૌથી મોખરે હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે જીડી કક્ષાના અધિકારીને મોટા શહેરના પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવતા હોય છે. આ ઉપરાંત અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના એસપી રાજેન્દ્ર અસારી, ડીસીપી ઝોન 1ના પીએમ મલ અને એસપી કક્ષાના અન્ય અધિકારીઓને ડીઆઇજી કક્ષાએ પ્રમોશન આપવામાં આવી શકે છે.
પોલીસ વિભાગમાં પ્રમોશન સાથે બદલીઓ પણ થવાની છે, કેમ કે 2020ના આખરમાં જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકા અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે. આ ચૂંટણી પહેલાં રાજ્યના વિવિધ જિલ્લામાં એસપી સાથે પોલીસ ભવનમાં નિયુક્ત અધિકારીઓની બદલીઓ થાય તેમ છે.