મુંબઇઃ ભારતમાં ફોર્ચ્યુન બ્રાન્ડના નામે વેચાતુ ખાદ્યતેલ ઘણું જ લોકપ્રિય છે અને આ તેલ વેચતી કંપનીના માલિક છે ગૌત્તમ અદાણી. ગૌત્તમ અદાણી હવે આ ખાદ્યતેલ બનાવતી કંપની અદાણી વિલ્મરનો આઇપીઓ લાવવાની તૈયારી કરી રહી છે.
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ અદાણી ગ્રૂપ હવે Adani Wilmar બજારમાં 5 હજાર કરોડ રૂપિયાનો આઈપીઓ લાવવાની તૈયારીમાં છે. તે માટે કંપનીએ રોકાણકારો અને લીગલ એડવાઈઝરની નિયુક્તિ કરી લીધી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે Adani Wilmarએ પોતાના પ્રસ્તાવીત આઈપીઓના પ્રબંધન માટે JP Morgan અને Kotak Mahindra Capitalને લીડ મૈનેજર નિયુક્ત કર્યાં છે. આ આઈપીઓના draft red herring prospectus ઉપર પણ કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
જણાવી દઈએ કે, Adani Wilmar, Adani Enterprises Ltd અને Wilmar International Ltd બંને સાથે મળીને સમાન ભાગીદારીવાળી જોઈન્ટવેંચર છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ આઈપીઓ હેઠળ શેરોના ફ્રેશ ઈશ્યુ અને JV partnersના શેરોનું વેચાણ કરીને રકમ એકઠી કરવાનો પ્રસ્તાવ છે. પરંતુ હાલમાં તેના ઉપર ચર્ચા થઈ રહી છે અને કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. જણાવી દઈએ કે શેર માર્કેટમાં જોશને જોતા એક બાદ એક આઈપીઓ આવી રહ્યાં છે. આઈપીઓમાં રેકોર્ડ સબ્સક્રિપ્શન પણ જોવા મળી રહ્યું છે. Adani Wilmar પણ રોકાણકારોના જોશનો ફાયદો ઉઠાવવાની તૈયારીમાં છે.
જો આ આઈપીઓ સફળતાની સાથે બજારમાં આવે છે તો અદાની વિલ્મર, અદાની ગ્રુપની બજામાં લીસ્ટ થનારી સાતમી કંપની હશે. અદાની ગ્રુપની બીજી અન્ય કંપની જે લીસ્ટમાં છે તેમાં Adani Enterprises, Adani Ports and Special Economic Zones Ltd, Adani Transmission Ltd, Adani Power Ltd, Adani Total Gas Ltd અને Adani Green Energy Ltdનો સમાવેશ થાય છે. આ સમાચાર ઉપર અદાની વિલ્મર અને જેપી મોર્ગમે કોઈ પણ ટીપ્પણી કરવાનો ઈન્કાર કર્યો છે. જ્યારે કોટક મહિન્દ્રાને મોકલવામાં આવેલા ઈ-મેઈલનો કોઈ જવાબ મળ્યો નથી. જણાવી દઈએ કે, અદાની વિલ્મર ખાવાનું તેલ બનાવનારી મોટી કંપની છે. જે સોયાબીન, સરસવ, સનફ્લાવર, રાઈસ બ્રોનનું તેલ બનાવે છે