નવી દિલ્હીઃ અફોર્ડેબલ મકાન ખરીદનાર લોકો માટે સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર પીએમ આવાસ યોજના હેટળ ક્રેડિટ લિંક્ડ સબસિટી સ્કીમ (CLSS)ની મુદ્દત હજી એક વર્ષ લંબાવવા જઇ રહી છે. જેની જાહેરાત ફેબ્રુઆરીમાં રજૂ થનાર બજેટમાં થઇ શકે છે. હાલ આ યોજના 31 માર્ચ , 2021 સુધી લાગુ રહેશે. સામાન્ય બજેટમાં તેની મુદ્દત 31 માર્ચ, 2020 સુધી વધારવામાં આવી શકે છે.
નોંધનિય છે કે, આ યોજનાનો લાભ એ વ્યક્તિ લઇ શકે છે જેની વાર્ષિક આવક 6 લાખથી 18 લાખ રૂપિયાની વચ્ચે હોય. આ યોજના હેઠળ પ્રથમવાર મકાન ખરીદનારને હોમ લોન પર વ્યાજ સબસિટી મળે છે. આ સબસિડી મહત્તમ 2.67 લાખ રૂપિયા સુધીની હોય છે. સુત્રોના મતે બજેટની તૈયારીને લઇને યોજાયલ બેઠકમાં આ મુદ્દે સર્વસંમતિ બની ગઇ છે. જેમાં કોરોના સંકટને ધ્યાનમાં રાખી આ સબસિડી ચાલુ રાખવી જોઇએ જેથી ઓછી આવક ધરાવતા લોકોની સાથે-સાથે રિયલ્ટી સેક્ટરને પણ ફાયદો થશે.
આનાથી રિયલ્ટી સેક્ટરમાં નાણાંપ્રવાહનો ચાલુ રહેશે. જેમ-જેમ અર્થતંત્રમાં સુધારો આવશે, તેમ-તેમ અફોર્ડેબલ મકાનોના વેચાણમાં પણ ઝડપી વૃદ્ધિ ચાલુ રહેશે.
કેટલી મળે છે સબસિડી
પૂર્વ બેન્ક એસ. કે. લોઢાના મતાનુસાર જો કોઇની વાર્ષિક આવક 18 લાખ રૂપિયા છે. તેણે આ યોજના હેઠળ 12 લાખ રૂપિયાની લોન 20 વર્ષની મુદ્દત માટે 8.5 ટકાના વ્યાજદરે લીધી છે તો તેની ઇએમઆઇ 10414 રૂપિયા બને છે. 20 વર્ષની માટે ચૂકવવામાં આવનાર કુલ વ્યાજ પર નેટ પ્રેઝેન્ટ વેલ્યૂના આધારે 3 ટકાની સબસિડી બેસે છે 2.30 લાખ રૂપિયા. તેના વ્યાજમાં આટલી રકમ ઘટી જશે.