મુંબઇઃ જો તમે નવી મકાન કે ફ્લેટ ખરીદવા માટે હોમ લોન લેવાનું વિચારી રહ્યા છો તો તમારી માટે એક અભૂતપૂર્વ અને જબરદસ્ત હોમ લોન સ્કીમ આવી છે. આ સ્કીમમાં હોમ લોન લેનારના છ માસિક હપ્તા એટલે કે EMI કંપનીએ માફ કરવાની જાહેરાત પણ કરી છે. તો ચાલો જાણીયે તેના વિશે
LIC હાઉસિંગ ફાઇનાન્સે સિનિયર સિટીઝન નાગરિકો માટે હોમ લોની એક શાનદાર સ્કીમ લોન્ચ કરી છે. આ નવી સ્કીમમાં લોન લેનારાને લોનના સમયગાળા દરમિયાન છ માસિક હપ્તામાં માફ કરવામાં આવશે એટલે કે લોનના છ માસિક હપ્તા ચૂકવવાના રહેશે નહીં. આ યોજનાને ગૃહ વરિષ્ઠ નામ આપ્યુ છે.
આ યોજનાનો લાભ પરિભાષિત લાભ પેન્શન યોજનાની હેઠળ આવતા કર્મચારીઓ અને પેન્શનધારકોને મળશે. કંપની દ્વારા જારી કરાયેલા નિવેદન મુજબ આ યોજનાનો લાભ પરિભાષિત લાભ પેન્શન યોજના (Defined Benefit Pension Scheme) હેઠળ આવતા કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવશે.
લોનો ઉપયોગ મકાઇન ખરીદવા કે ઘર બનાવવા અથવા હાલના મકાનના રિનોવેશન કે નવા બાંધકામ માટે થવો જોઇએ. માસિક હપ્તાની ચૂકવણી પર મુક્તિ 37, 38, 73, 74, 121 અને 122માં EMIની ચૂકવણીના સમયે મલશે. આ માસિક હસ્તાની મૂળભૂત રકમથી સેટલમેન્ટ કરાશે.
કંપનીએ જણાવ્યુ કે, આ યોજના હેઠળ લોન લેનાર વ્યક્તિની ઉંમર 65 વર્ષ સુધીની હોવી જોઇએ. લોનની સમય મર્યાદા 80 વર્ષની ઉંમર કે મહત્તમ 30 વર્ષ, બેમાંથી બે પણ વહેલી હોય તે રહેશે.