જમનગરમાંથી ઓનલાઈન છેતરપિંડી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકીએ 6 લોકો સાથે છેતરપિંડી કરીને 5 લાખ રૂપિયા ઉપાડ્યા હતા.
જેની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થતા પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ જામનગરમાં છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન છેતરપિંડીની ઘટના સામે આવી રહી હતી.
આ આરોપીઓ ATM-ડેબિટ કાર્ડથી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. સાયબર સેલમાં આ મામલે ફરિયાદ થઈ હતી. સાયબર સેલે ફરિયાદના આધારે 4 શખ્સોની ધરપકડ કરી છે. આ દરમિયાન પોલીસને 1 લાખ રૂપિયા રોકડા, 15 ATM, લેપટોપ સહિતનો મુદામાલ મળી આવ્યો હતો. પોલીસે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.