ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 3 લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં નવા દર્દી અને એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો હળવા અને નાના લક્ષણોવાળા દર્દીઓને ઘરે સંભાળ રાખવાની સલાહ આપી રહ્યા છે. આ સિવાય રાજ્યો અથવા અન્ય શહેરોથી આવતા લોકો માટે ક્વોરેન્ટાઇન અને આઇસોલેશનના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઘણા રાજ્યોમાં લોકડાઉન અને નાઇટ કર્ફ્યુના પ્રતિબંધો છે. આવી સ્થિતિમાં હવે ઘરમાં રહેવું ફરજિયાત થઈ ગયું છે, આ સમય દરમિયાન આપણે કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તે જાણવું પણ મહત્વપૂર્ણ છે.
ઘર પર સારવાર દરમિયાન શું કરવું
જો કોઈ મેડિકલ ઇમર્જન્સી નથી તો ઘરે જ રહો. ઘરમાં અલગ અલગ રૂમમાં રહો અને અલગ બાથરૂમનો ઉપયોગ કરો. હાથની સ્વચ્છતાની કાળજી રાખો. 20 સેકંડથી વધુ સમય સુધી તમારા હાથ ધોવા અને સફાઈ દરમિયાન આંગળીઓના આંતરિક ભાગોને પણ ધ્યાનમાં રાખો. નખની અંદર પણ સાબુવાળા પાણીથી સાફ કરો. જો તમે આ કરી શકતા નથી તો પછી આલ્કોહોલ આધારિત સેનિટાઈઝરનો ઉપયોગ કરો. યાદ રાખો કે આલ્કોહોલનું પ્રમાણ 60 ટકાથી વધુ હોવું જોઈએ. આ પ્રક્રિયાને વારંવાર પુનરાવર્તન કરો, ખાસ કરીને ભોજન પહેલાં, વોશરૂમના ઉપયોગ પછી. છીંક આવે કે ઉધરસ આવે ત્યારે મોઢું કવર કરવું. આ સમય દરમિયાન તમે કોણીનો ઉપયોગ કરી શકો છો.
દરવાજાના હેન્ડલ્સ, રસોડાના કાઉન્ટર્સ જેવી સપાટીઓના સંપર્કમાં આવો ત્યારે તમની સફાઈનું ધ્યાન રાખો. આ સિવાય, તમારા ફોનને સાફ કરો જે ચહેરા અને હાથના સંપર્કમાં વધારે છે તેને 70 ટકા આઇસોપ્રોપીલ આલ્કોહોલથી સાફ કરી શકો છો. રોકડ અથવા કાર્ડનો ઉપયોગ કર્યા પછી પણ હાથને યોગ્ય રીતે સાફ કરો કારણ કે સપાટી પર વાયરસ હોઈ શકે છે.
જો તમે રૂમની બહાર જાવ છો અથવા કોઈ રૂમની અંદર આવી રહ્યું છે, તો માસ્ક પહેરો. માસ્ક પહેરતા પહેલા હાથ ધોવા અને આ દરમિયાન માસ્કના આગળના ભાગને સ્પર્શ કરવાનું ટાળો. સંતુલિત આહારની મદદથી તમારી રોગપ્રતિકારક શક્તિને સુરક્ષિત કરો, હાઈડ્રેટેડ રહેશો, આલ્કોહોલ ટાળો, પર્યાપ્ત ઊંઘ અને આરોગ્યપ્રદ વજન જાળવો.
સૂકી ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, તાવ, સ્વાદ અને ગંધની શક્તિમાં ઘટાડો જેવા લક્ષણો ધ્યાનમાં રાખો. આવી સ્થિતિમાં, ઘરમાં ઓક્સિજનના સ્તરને મોનિટર કરવા માટે ઓક્સિમીટર રાખવું ફાયદાકારક છે. પરિવારના સભ્યો માટે chemoprophylaxis માટે તબીબી સલાહ લેવી.
શું નહિ કરવું ?
- ગભરાશો નહીં.
- જાહેર સ્થળોએ ન જાઓ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાનું ટાળો.
- કોઈને મળતી વખતે હાથ અને અને હગ ન કરો. 6-8 ફૂટનું અંતર બનાવીને વાતચીત કરો.
- હાથ સાફ કર્યા વિના આંખો, નાક અથવા મોં પર લગાવશો નહીં.
- આવા સમયે વૃદ્ધો અથવા કોઈને મળવાનું ટાળો.
- નિષ્ણાત દ્વારા પૂછવામાં ન આવે ત્યાં સુધી સ્વયં ક્વોરેન્ટાઇન ચાલુ રાખો.