મુંબઇઃ વિદેશની જેમ હવે ભારતમાં પણ કામના કલાકોની હિસાબે કર્મચારીને પગારની ચૂકવણી કરવામાં આવશે. દેશની સૌથી સસ્તી લો કેરિયાર એરલાઈન્સે તેના કર્મચારીઓને કોરોનાના કહેરને કારણે હવે કામના કલાકોને આધારે પગાર ચૂકવવાનું નક્કી કર્યું છે. આવકમાં ઘટાડો થતા કંપનીએ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આ નવી પદ્ધતિ અપનાવી છે.
કોરોનાકાળમાં વિશ્વભરમાં અનેક એરલાઈન્સો બંધ થવાના દ્વારે પહોંચી છે અને મુખ્યત્વે તમામ એરલાઈન્સે કર્મચારીઓને છુટા કર્યા છે અને પગાર કાપ કર્યો છે પરંતુ, આ કપરાકાળમાં પણ કર્મચારીઓ અને કંપનીઓના હિતને ધ્યાનમાં રાખીને અમે 92% કર્મચારીઓને શક્ય તેટલો પગાર ચૂકવવાનો પ્રયત્ન કર્યો છે. જોકે આ કોરોનાની માર લાંબો સમય ચાલી છે તેથી હવે કંપનીએ નવા સેલરી સ્ટ્રકચરની યોજના ઘડી છે, તેમ સ્પાઈસ જેટે એક નિવેદનમાં જણાવ્યું છે.
સ્પાઈજેટે કહ્યું કે હવે કંપનીના દરેક કર્મચારીને કામના કલાકને આધારે જ પગાર ચૂકવવામાં આવશે. જોકે આ નવી પદ્ધતિમાં એરલાઈન્સ ન્યૂનતમ પગારધોરણનું ધ્યાન રાખશે. સૌથી સારી વાત એ છે કે કંપનીએ નવા પગાર ધોરણની સાથે કહ્યું છે કોઈપણ કર્મચારીની છંટણી કરવામાં નહિ આવે. સરકારી આંકડા અનુસાર 25 માર્ચથી 27 એપ્રિલની વચ્ચે એરલાઇને 633 કાર્ગો ફ્લાઇટ્સનું સંચાલન કર્યું છે, તેમાંથી 228 ફ્લાઇટ્સ આંતરરાષ્ટ્રીય રૂટો પર ઉડાડવામાં આવી હતી.