ગાંધીનગર – તમારા ગ્રાહકને તમારી પ્રોડક્ટ્સ વિના ચાલે તેવું નથી અને તે કોઇપણ સમયે તેને ખરીદશે એવું જ્યારે તમને લાગે ત્યારે માની લેજો કે મારૂં સ્ટાર્ટઅપ કપરાં સમયમાં પણ બંધ નહીં થાય. આ શબ્દો સ્ટાર્ટઅપની દુનિયાના એક તજજ્ઞએ વ્યક્ત કર્યાં છે. સપ્લાય કોમ્પાસ કંપનીના ગસ બર્થોલોમ્યુએ કહ્યું હતું કે સૌ પ્રથણ તમે ખાતરી કરો કે જે સ્ટાર્ટઅપ બનાવ્યું છે તે તમારા બહોળા ગ્રાહકો માટે કેટલું મહત્વ ધરાવે છે. જો આ મહત્વ તમે સમજી શકો તો તમે સફળ બિઝનેસમેન બની જશો, અન્યથા તમારૂં સ્ટાર્ટઅપ ઉત્તમ હોવા છતાં ફેઇલ થઇ જશે.જરાત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટીએ સ્ટાર્ટઅપ ક્ષેત્રમાં રહેલી વૈશ્વિક તકો અને પડકારો વિષય સાથે એક્સપર્ટ્સ સાથે સંવાદ કર્યો હતો જેમાં 3000થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સંવાદ ઓનલાઇનના માધ્યમથી કરવામાં આવ્યો હતો.
લોકલ સ્ટાર્ટઅપને ગ્લોબલ પ્લેટફોર્મ કેવી રીતે મળી શકે તે આ સંવાદનો મુખ્ય હેતુ હતો.ગસ બર્થોલોમ્યુએ એ તેમની કંપની અને તેમના વિશે કહ્યું હતું કે તેઓ એક ફેશન ઉદ્યોગ સાથે સંકળાયેલા છે અને વિવિધ દેશોમાં તેઓનો વેપાર જોડાયેલો છે. મેં મારી કંપનીમાં અને ખુદ મારી કાર્યપદ્ધતિઓમાં બદલાવ કર્યો છે. જૂની પદ્ધતિઓને જળમૂળથી બદલી નાંખી છે. મેં બઘાં ફેરફારો ડિજીટલાઇઝેશનથી કર્યા છે અને આજે હું એક સફળ બિઝનેસમેન છું.આ સંવાદમાં પીચ વેન્ચર્સના પાર્ટનર સીરીશા જજાલાએ કહ્યું છે કે ફાયનાન્સ, ટેલિકોમ, એનર્જી, ટ્રાન્સપોર્ટેશન અને મિડીયા ક્ષેત્રમાં કોવિડના કારણે ઘણું મોટું આર્થિક નુકશાન થયું છે ત્યારે ટેક આધારિત સ્ટાર્ટઅપ શરૂ કરવાથી ઉત્પાદન અને નફો કમાઇ શકાય છે. તેમની કંપની પીચ વેન્ચર્સ આ પ્રકારના સ્ટાર્ટઅપને ભંડોળ પુરૂં પાડે છે.
સીરીશા એ જણાવ્યું હતું કે, નવા સ્ટાર્ટઅપ્સ ફાઉન્ડરે અનુભવી સ્થાપક સાથે તેઓના અનુભવ અને માર્ગદર્શકો અથવા ઇન્ડસ્ટ્રી સલાહકારો સાથે સમયાંતરે ચર્ચા-વિચારણા કરતા રહેવું જોઈએ. કેશ ફલૉ એ કોઈ પણ સ્ટાર્ટઅપ્સ માટે ખુબ અગત્યનું પાસું છે જેના સ્ટોક મેન્ટાઈન માટે હંમેશા સતર્ક રહેવું જોઈએ. હાર્ડ સ્ટાર્ટઅપ બનાવવું સરળ છે પરંતુ એક સરળ સ્ટાર્ટઅપ બનાવવું અને તેને માપવું મુશ્કેલ છે.ઇવેન્ટની શરૂઆત સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી, ગાંધીનગરના પ્રોવોસ્ટ ડો. કાર્તિક જૈન દ્વારા કરવામાં આવી હતી.
તેઓએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીથી આર્થિક કટોકટીના સમયમાં સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેશન એ એક આશાનું કિરણ છે, જેનાથી દુનિયાના દેશો પોતાની આર્થિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી શકશે.પેનલ મેમ્બર્સમાં ગસ બર્થોલોમ્યુ (કો-ફાઉન્ડર અને સીઈઓ, સપ્લાય કોમ્પાસ), સીરીશા જજાલા, (ફાઉન્ડિંગ પાર્ટનર, પીચ વેન્ચર્સ), હર્ષા અલ્લમરાજુ, (સીટીઓ, ઝોપા એઆઇ), ડો.પરમ શાહ (ડિરેક્ટર-યુનાઇટેડ કિંગડમ, ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી) ઉપસ્થિત રહ્યા હતા.ઝોપા એ આઇ ના હર્ષા અલ્લમરાજુએ જણાવ્યું હતું કે, વિવિધ ક્ષેત્રની કંપનીઓમાં ડિજિટલ પરિવર્તન ચાલુ થઇ ગયું છે, ઓનલાઇન મોડ દ્વારા વિશ્વના લોકો પોતાના ઘરે થી વર્ક કરે છે.
હ્યૂમન રિસોર્સ વિભાગ દ્વારા ઓનલાઇન ટ્રેનિંગ એન્ડ જોબ ઇન્ટરવ્યૂ એ પણ કાર્યપદ્દતિમાં સદંતર ટ્રાન્સફોર્મશન જોવા મળ્યું છે.તેમણે જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપમાં કામગીરીને બિનઆયોજિત ના કરવી જોઈએ અને પ્લાનિંગ એ ખુબ અગત્યનું છે. તે બિઝનેસમાં યોગ્ય કેશફ્લો અને ટકી રેહવાની ખાતરી આપે છે. પહેલા દિવસથી પ્રોફિટનો વિચાર કરવો જોઈએ, એ એટિટ્યૂડ સ્ટાર્ટઅપ્સ અને સર્વાઇવ માટે ખૂબ જરૂરી છે.