મુંબઇઃ આજના સમયમા મોટાભાગના લોકો પાસે વિવિધ બેન્કોના એટીએમ કાર્ડ હોય છે તેની મારફતે તેઓ ગમે ત્યારે એટીએમમાં જઇ પોતાના બેન્ક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી શકે છે. જો કે મોટાભાગના લોકોને તેમની પાસે રહેલી વિવિધ બેન્કોના એટીએમ કાર્ડની ઉપાડ મર્યાદા એટલે કે એક દિવસમાં અને એક સાથે કેટલાં રૂપિયા ઉપાડી શકાય તેની મર્યાદા ખબર હોય નથી જેથી કેટલી વખત તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો ચાલો જાણીયે તમે કયા બેંકના ATM માંથી એક દિવસમાં કેટલા પૈસા ઉપાડી શકો છો-
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનું ATM
તમે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇ (સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા) ના એટીએમમાંથી એક દિવસમાં ઓછામાં ઓછા 100 રૂપિયા અને વધુમાં વધુ 20 હજાર રૂપિયા ઉપાડી શકો છો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તેના ખાતાધારકો માટે ટ્રાન્ઝેક્શનને સરળ બનાવવા માટે 18 પ્રકારના એટીએમ કાર્ડ ઓફર કરે છે. સરળ SBI/ATM કાર્ડથી માંડીને વિદેશી ચલણ ડેબિટ કાર્ડ સુધી ઘણા પ્રકારના કાર્ડ ઉપલબ્ધ છે.
પંજાબ નેશનલ બેંકનુ ATM
પંજાબ નેશનલ બેંક ATM ની વાત કરીએ તો, તમે તેના પ્લેટિનમ અને રૂપે ડેબિટ કાર્ડ દ્વારા એક દિવસમાં 50,000 રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકો છો. તે જ સમયે, જો તમે તેના માસ્ટર ડેબિટ કાર્ડ અથવા ક્લાસિક રૂપે કાર્ડ વિશે વાત કરો છો, તો આના દ્વારા તમે એક દિવસમાં 25000 રૂપિયા રોકડા ઉપાડી શકો છો.
ICICI બેંકનું ATM
ICICI બેંક ATM ની વાત કરીએ તો બેંકની વેબસાઈટ મુજબ, તમે પ્લેટિનમ ચિપ કાર્ડ દ્વારા 1 લાખ રૂપિયા સુધીની રોકડ ઉપાડી શકો છો. તે જ સમયે, વિઝા સિગ્નેચર ડેબિટ કાર્ડ દ્વારા 1.5 લાખ રૂપિયા ઉપાડી શકાય છે.
એચડીએફસી બેંકનું ATM
એચડીએફસી બેંકના પ્લેટિનમ ડેબિટ કાર્ડ દ્વારા દરરોજ 1 લાખ રૂપિયા સુધીની રોકડ ઉપાડવાની મંજૂરી આપે છે .