મારી શરૂ થઇ છે ત્યારથી ખાદ્ય ચીજવસ્તુઓના ભાવમાં કમરતોડ વધારો છે, તેમાંય ખાદ્યતેલોની કિંમતોમાં રીતસરનો જ ભડકો જોવા મળ્યો છે. તેલીયા રાજાઓ બેફામ બનતા ખાદ્યતેલોના ભાવ ઐતિહાસિક ઉંચાઇએ પહોંચ્યા છે અને હાલ ઓગસ્ટ મહિના તહેવારો પહેલા જ ફરી કિંમતો અતિશય વધી ગઇ છે.
ખાદ્યતેલોમાં અતિશય ભાવ વધારાને સરકારે પણ સ્વીકાર્ય છે. સરકારના સત્તાવાર આંકડાઓ મુજબ છુટક બજારોમાં ખાદ્યતેલોની સરેરાશ કિંમતોમાં જુલાઇમાં પાછલા વર્ષની તુલનાએ 52 ટકાનો વધારો થયો છે. મંત્રી દ્વારા રજૂ કરાયેલા આંકડાઓ મુજબ સિંગતેલની કિંમત સરેરાશ માસિક છુટક કિંમતમાં પાછલા વર્ષના સમાન મહિનાની તુલનામાં જુલાઇમાં 19.24 ટકાનો વધારો થયો છે.
સમીક્ષાધીન સમયગાળા દરમિયાન સરસવ તેલમાં 39.03 ટકા, વનસ્પિતમાં 46.01 ટકા, સોયાતેલમાં 48.07 ટકા, સૂરજમુખીના તેલમાં 51.62 ટકા અને પામતેલની કિંમતોમાં 44.42 ટકાની વૃદ્ધિ થઇ છે. નવા આંકડાઓ 27 જુલાઇ 2021 સુધીના છે.
ચૌબે કહ્યુ કે, ખાદ્યતેલોની કિંમતોમાં નરમાઇના કારણે ક્રૂડ પામતેલ (સીપીઓ) પર જકાતમાં જૂન 30 જૂન 2021થી 30 સપ્ટેમ્બર 2021 સુધી 5 ટકાનો કાપ મૂકાયો છે. આ ઘટાડો સીપીઓ પર અસરકારક જકાતના દરને 35.75 ટકાથી ઘટાડી 30.25 ટકા કરી દીધો છે. તે ઉપરાંત રિફાઇન્ડ પામતેલ, પામોલિન પરની ઇમ્પોર્ટ ડ્યૂટીને 45 ટકાથી ઘટાડીને 37.5 ટકા કરી દેવામાં આવી છે.
તેમણે કહ્યુ કે, રિફાઇન્ડ બ્લીચ્ડ ડિયોડોરાઇઝ્ડ (આરબીડી) પામતેલ અને આરબીડી પામોલિન માટે એક સંશોધિત આયાત નીતિ 30 જૂન 2021થી લાગુ કરાઇ છે, જે હેઠળ બંને તેલોને પ્રતિંબંધિતમાંથી મુક્ત શ્રૈણીમાં મૂકવામાં આવ્યા છે. નોંધનિય છ કે ભારત પોતાની ખાદ્યતેલોની જરૂરિયાતના લગભગ 60-70 ટકા જથ્થાની આયાત કરે છે.